Mumbai Unlock 3.0 : ઑડ ઇવનનો નિયમ દૂર કરાયો, બંન્ને બાજુની દુકાનો રહેશે ખુલ્લી

Updated: Aug 03, 2020, 21:05 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

નવી ગાઇડલાઇન અનુસાર હવે રસ્તાની બંન્ને બાજુની દુકાનો બધાં જ દિવસ ખુલ્લી રહી શકશે અને આ નિયમ નોન એસેન્શિયલ ચીજોની દુકાનોને પણ લાગુ પડે છે.

 આ દુકાનો સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.
આ દુકાનો સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.

બૃહન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ સોમવારે જાહેરાત કરી નવી માર્ગદર્શિકા જાહેર કરી છે અને તે અનુસાર તબક્કાવાર અનલોકની પ્રક્રિયામાં ફેરફાર થઇ રહ્યા છે. ‘મિશન બિગીન અગેઇન’  હેઠળ રાજ્ય સરકારે લૉકડાઉનનાં બંધનો ઉપાડવાની શરૂઆત કરી હતી જેનો આ હવે ત્રીજો તબક્કો છે. નવી ગાઇડલાઇન અનુસાર હવે રસ્તાની બંન્ને બાજુની દુકાનો બધાં જ દિવસ ખુલ્લી રહી શકશે અને આ નિયમ નોન એસેન્શિયલ ચીજોની દુકાનોને પણ લાગુ પડે છે. આ દુકાનો સવારે નવ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.

BMCએ જાહેર કરેલા સૂચના પત્ર અનુસાર મોલ્સ પણ હવે જાહેર જનતા માટે પાંચ ઑગસ્ટથી સવારના નવથી સાંજ સાત વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે. જો કે ફુડ કોર્ટમાં જે પણ કિચન્સ અને ઇટરીઝ હશે તે માત્રને માતર્ હોમ ડિલીવરીઝ  માટે કામ કરશે અને તે પણ અલગ અલગ એગ્રેગેટર્સ દ્વારા જ કરાશે. BMCએ કહ્યું છે કે હવે લિકર શોપ્સ પણ અક્રોસ ધી કાઉન્ટર વેચાણ માટે ખુલ્લી રહેશે પણ દુકાનો એ બધી જ ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઇ (Municipal Corporation of Greater Mumbai (MCGM))નાં લૉકડાઉનની છૂટછાટ  મહારાષ્ટ્ર સરકારે લૉકડાઉન 31 ઑગસ્ટ સુધી લંબાવ્યું ત્યાર પછી જ જાહેર થઇ છે.

આ સુચનાપત્ર અનુસાર, “આ સાથે જણાવવામાં આવે છે કે વ્યક્તિ શોપિંગ કે એક્સર્સાઇઝ માટે જો બહાર નીકળશે તો તે આસાપાસનાં વિસ્તારોમાં જ આવનજાવન કરી શકશે અને તેણે ફરિજયાત નિયમો અનુસરવા પડશે જેમાં માસ્ક પહેરવાથી માંડીનો સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું રહેશે.”

MCGMની માર્ગદર્શિકાનાં મહત્વનાં મુદ્દા

-         અનિવાર્ય ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી પહેલાંની માફક જ ખુલ્લી રહી શકશે.

-         નોન એસેન્શિયલ ચીજોનાં બજાર, માર્કેટ એરિયા અને દુકાનો સવારના નવથી સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લી રહી શકશે.

-         લીકર શોપ્સ પણ અક્રોસ ધી કાઉન્ટર સેલ કરી શકશે તથા હોમ ડિલીવરીમાં નિયમોનું પાલન કરવાનું રહેશે.

-         મોલ્સ અને માર્કેટ કોમ્પલેક્સ સવારનાં નવથી સાંજે સાત સુધી ચાલુ રહી શકશે. પણ થિએટર્સ અને ફૂડ કોર્ટ્સ બંધ રહેશે.

-         ફૂડ કોર્ટ્સમાંથી એગ્રેગેટર્સ મારફતે જ ફૂડ ડિલીવરી થઇ શકશે અને એ રીતે જ મોલ્સ વગેરેમા રેસ્ટોરન્ટ્સ અને કિચન્સ ખુલ્લા રહી શકશે.

-         ઇ કોમર્સ એક્ટીવિટીઝ પણ એસેન્શિયલ અને નોન એસેન્શિયલ આઇટમ્સ માટે માન્ય છે.

-         ખાનગી ઑફિસીઝ માત્ર દસ ટકા સ્ટાફ અથવા તો દસ જણ સાથે કામ કરી શકે છે, બેમાંથી જે વધારે થતું હોય તેને અનુસરીને.

-         કિચન અને રેસ્ટોરન્ટ્સમાંથી હોમ ડિલીવરી કરી શકાય તથા ઓનલાઇન અને ડિસ્ટન્સ લર્નિંગ એક્ટિવીટીઝની છૂટ છે.

-         ગેરેજિઝમાં વાહનો અને વર્કશોપ રિપેર થઇ શકશે.

-         મર્યાદાઓ અનુસરી આઉટડોર એક્ટિવિટીઝ કરી શકાશે.

-         અખબારોનું પ્રિન્ટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન થઇ શકશે.

-         વાળંદની દૂકાનો, સ્પા, સલૂન્સ, બ્યુટી પાર્લ્સ વગેરે નિયમાધિન ચાલુ રહી શકશે.

 

સૂચના પત્ર અનુસાર કોઇપણ દુકાનદાર MCGMના જાહેર કરેલા નિયમોને ભંગ કરશે તો તેની સામે આકરા પગલાં લેવાશે.

 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK