Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડની કન્સ્ટ્રક્શન સાઇટમાં ખોપડી મળતા ફફડાટ

મુલુંડની કન્સ્ટ્રક્શન સાઇટમાં ખોપડી મળતા ફફડાટ

19 September, 2020 11:32 AM IST | Mumbai
Mumbai Correspondent

મુલુંડની કન્સ્ટ્રક્શન સાઇટમાં ખોપડી મળતા ફફડાટ

મુલુંડની કન્સ્ટ્રક્શન સાઇટમાં ખોપડી મળી

મુલુંડની કન્સ્ટ્રક્શન સાઇટમાં ખોપડી મળી


મુલુંડ-વેસ્ટમાં આરએચબી રોડ પર ગઈ કાલે ડેડ-બૉડીના અવશેષ મળી આવ્યા બાદ આખા મુલુંડમાં એક ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ગઈ કાલે એક સામાજિક કાર્યકરને એક ખોપડી જોવા મળી હતી ત્યાર બાદ પોલીસે આવતાં ઘટનાની તપાસ કરતાં બૉડીના બીજા પણ અવશેષ મળી આવ્યા હતા.

ઘટનાની માહિતી અનુસાર ગઈ કાલે સામાજિક કાર્યક્રર શુલભ જૈન આરએચબી રોડ પરથી પસાર થતાં તેને એક વર્ષોથી બંધ પડેલી કન્સ્ટ્રકશન સાઇટની બાજુમાં એક ખોપડી જોવા મળી હતી ત્યાર બાદ તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવતા તપાસ કરતાં ડેડ-બૉડીના બીજા અવશેષ પણ મળી આવ્યા હતા. બાદમાં પોલીસે અવશેષોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા હતા.



આ સંબંધી શુલભ જૈન સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે ‘હું પસાર થઈ રહ્યો હતો ત્યારે મને આ ખોપડી દેખાઈ આવી હતી ત્યાર બાદ મેં આ સંબંધી પોલીસને જાણ કરી હતી. મુલુંડ જેવા પરાંમાં આવી ડેડ-બૉડીના અવશેષ મળવાથી એક ભયનું વાતાવરણ પેદા થયું છે.’


મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર પરભારી સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે હાલમાં આ સંબંધી તપાસ હાથ ધરાઈ છે. આ અવશેષ જોતા તે વર્ષો જૂના લાગી રહ્યા છે. મળેલા અવશેષોને પોસ્ટમૉર્ટમ માટે મોકલી અપાયા છે, તેનો રિપોર્ટ આવ્યા બાદ કેસ નોંધવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2020 11:32 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK