ભાજપાના સિનિયર નેતા કિરીટ સોમૈયા તથા તેમનાં પત્નીને COVID-19 પૉઝિટીવ
કિરીટ સૌમૈયા
માજી સંસદ સભ્ય અને ભાજપાના સિનિયર લિડર કિરીટ સોમૈયાએ (Kirit Somaiya) સોમવારે ટ્વીટ કરીને જાણ કરી હતી કે તેમને અને તેમનાં પત્નીને COVID-19 પૉઝિટીવ આવ્યો છે. મહારાષ્ટ્ર ભાજપાનાં વાઇસ પ્રેસિડન્ટે ટ્વીટ કર્યું કે, “હું અને મારી પત્ની મેધા સૌમૈયા COVID પૉઝિટીવ છીએ.”
Me & My Wife Prof Dr Medha Somaiya are tested COVID Positive. Both r hospitalized, treatment started
— Kirit Somaiya (@KiritSomaiya) August 10, 2020
मी आणि माझी पत्नी प्रा. डॉ मेधा सोमैया कोरोना पोझिटीव/बाधित झालो असून हॉस्पीटल मधे उपचार सुरू झाले आहे@BJP4Maharashtra @BJP4India @Dev_Fadnavis @ChDadaPatil
ADVERTISEMENT
સોમૈયાએ ઉમેર્યું કે તેઓ બંન્ને હૉસ્પિટલમાં છે તથા કોરોનાવાઇરસના સંક્રમણ માટે અનિવાર્ય સારવાર લઇ રહ્યા છે . જેવા જ તેમણે આ સમાચાર શૅર કર્યા નેટિઝન્સે તેમને સાજા થવા માટેની શુભેચ્છાઓ પ્રાર્થી હતી.
કિરીટ સોમૈયા ઉપરાંત પ્રણવ મુખર્જી તથા અન્ય કેટલાક યુનિયર મિનિસ્ટર્સ જેમાં ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ છે તેમને કોરોનાવાઇરસનું સંક્રમણ લાગુ પડ્યું છે અને તેઓ સારવાર હેઠળ છે. આ લિસ્ટમાં અર્જુ રામ મેઘવાલ જે રાજ્ય મંત્રી છે, કૃષિ રાજ્ય મંત્રી કૈલાશ ચૌધરી વગેરેનો સમાવેશ પણ થાય છે. તામીલનાડુના ગવર્નર બનવારીલાલ પુરોહિત, કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદીયુરપ્પા, કર્ણાટકના સ્વાસ્થ્યમંત્રી બી શ્રીરામલુ પણ એ રાજકારણીઓ છે જેમનો કોરોના ટેસ્ટ પૉઝિટીવ આવ્યો છે.