Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બૅંગ્લોર ડ્રગ્સ કેસ મામલે મુંબઇમાં વિવેક ઑબરૉયના ઘરે પોલીસના દરોડા

બૅંગ્લોર ડ્રગ્સ કેસ મામલે મુંબઇમાં વિવેક ઑબરૉયના ઘરે પોલીસના દરોડા

15 October, 2020 03:56 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

બૅંગ્લોર ડ્રગ્સ કેસ મામલે મુંબઇમાં વિવેક ઑબરૉયના ઘરે પોલીસના દરોડા

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


બોલીવુડ એક્ટર વિવેક ઑબેરૉયના ઘરે બેંગ્લોર સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (CCB)એ દરોડા પાડ્યા છે. વિવેકની પત્નીના ભાઇ આદિત્ય અલ્વા બેંગ્લોર ડ્રગ કેસમાં આરોપી છે. પોલીસે તેની શોધમાં વિવેકના મુંબઇ સ્થિત ઘરે રેડ પાડી છે. આદિત્ય વિરુદ્ધ કેસ નોંધાયા પછી તે ફરાર છે. સીસીબીએ કૉર્ટ વૉરંટ લઈને વિવેકના ઘરની તલાશી લીધી છે.

સીસીબીએ આપ્યં સ્ટેટમેન્ટ
સીસીબી તરફથી જાહેર કરવામાં આવેલા સ્ટેટમેન્ટ પ્રમાણે, કૉટનપેટ કેસમાં આદિત્ય અલવા ફરાર છે. વિવેક ઑબેરૉય તેનો સંબંધી છે, અમને સૂચના મળી હતી કે અલ્વા અહીં છે. આ માટે અમે ચૅક કરવા માગતા હતા. આ માટે કૉર્ટ પાસેથી વૉરંટ લીધું હતું અને સીસીબીની ટીમ મુંબઇમાં તેના ઘરે ગઈ હતી. જણાવવાનું કે સેન્ડલવુડ ડ્રગ કેસમાં કેટલાય મોટા નામ આવી ચૂક્યા છે. આમાં રાગિની દ્વિવેદીનું નામ પણ છે. આદિત્ય તેના ઘરે સીસીબીની ટીમ પહેલા જ રેડ પાડી ચૂકી છે.



ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ જણાવ્યું આદિત્યનું નામ
જણાવવાનું કે હાઇ-ફાઇ ડ્રગ કેસમાં કેટલાય મોટા નામ સામે આવ્યા હતા. કેટલાક પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીએ આદિત્ય અલ્વાનું નામ જણાવ્યું હતું. તે સમયે હેબ્બલની નજીક સ્થિત આદિત્ય અલ્વાના ઘર 'હાઉસ ઑફ લાઇવ્સ'ની તપાસ કરવામાં આવી હતી. આ માહિતી બૅંગલુરુના જૉઇન્ટ કમિશનર ક્રાઇમ સંદીપ પાટિલે આપી હતી.


આદિત્ય છે પૂર્વ મંત્રી જીવરાજનો દીકરો
આદિત્ય અલ્વા પૂર્વ મંત્રી જીવરાજ અલ્વાનો દીકરો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે મોટી પાર્ટીઝનો જીવ રહ્યો છે. તેની બહેન પ્રિયંકા અલ્વાના લગ્ન બોલીવુડ એક્ટર વિવેક ઑબેરૉય સાથે થયા છે.

રાગિનીએ કરી હતી યૂરિન સેમ્પલ સાથે છેડછાડ
સેન્ડલવુડ ડ્રગ કેસમાં અત્યાર સુધી એક્ટ્રેસ રાગિની ટ્વિવેદી સિવાય ડ્રગ પેડલર્સ રવિ શંકર, શિવ પ્રકાશ, રાહુલ શેટ્ટી, વિરેન ખન્નાની ધરપકડ થઈ ચૂકી છે. રાગિનીએ ડ્રગ ટેસ્ટ દરમિયાન યૂરિનમાં પાણી મિક્સ કરીને સેમ્પલ ખરાબ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પોલીસે બીજીવાર તેનું સેમ્પલ લીધું હતું.


Whatsapp-channel Whatsapp-channel

15 October, 2020 03:56 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK