મુંબઈ: મંજૂરી મળ્યા છતાં ઍક્ટર સોનુ સૂદને ત્યાં પડ્યો હથોડો

Published: Feb 15, 2020, 07:49 IST | Chetna Sadadekar | Mumbai

બિલ્ડિંગમાં કરાયેલા અમુક ઑલ્ટરેશનને ગેરકાયદે ગણાવીને તોડી પડાયાં

સોનુ સૂદ
સોનુ સૂદ

રેસિડેન્શિયલ બિલ્ડિંગને હોટેલમાં ફેરવવા તેમ જ બિલ્ડિંગમાં અમાન્ય ફેરફાર કરવામાં આવ્યા હોવાનું જણાયા બાદ પાલિકાના કે-વેસ્ટ વૉર્ડના અધિકારીઓએ ગઈ કાલે બપોરે બૉલીવુડ અભિનેતા સોનુ સૂદની જુહુની પ્રૉપર્ટીની મુલાકાત લીધી હતી. બીએમસીના કમિશનર દ્વારા આપવામાં આવેલી મંજૂરીને અનુરૂપ ફેરફારો બિલ્ડિંગમાં કરાયા છે કે નહીં એની ચકાસણી કરવા અધિકારીઓએ સોનુ સૂદની પ્રૉપર્ટીની મુલાકાત લીધી હતી.

વૉર્ડ ઑફિસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ફરિયાદ બંધ કરતાં પહેલાં સાઇટની મુલાકાત લેવી એ એક કાયદેસરની પ્રક્રિયા છે. અમુક ફેરફારને મંજૂરી આપવામાં આવતી નથી. એને દંડાત્મક કાર્યવાહી કરીને પણ સુધારી શકાતી નથી આથી બિલ્ડિંગમાં કરાયેલા આવા કેટલાક ફેરફારને તોડી પાડવામાં આવ્યા હતા.

ઍક્ટિવિસ્ટ ગણેશ કુલસુમુએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે સોનુ સૂદના બિલ્ડિંગમાં સુધારા કરવાની અરજી છેલ્લા દોઢ વર્ષથી પેન્ડિંગ પડી હતી, પરંતુ લોકાયુક્તમાં ફરિયાદને પગલે સ્થાનિક વૉર્ડ-ઑફિસે પરવાનગી વિના કરવામાં આવેલા ફેરફારને તોડી પાડવાની નોટિસ મોકલ્યા બાદ તરત જ બીએમસીના કમિશનરે તેની અરજીને મંજૂર કરી દીધી હતી.

અમે બીએમસીના નિર્ણયને માન આપીએ છીએ. તેમને જે યોગ્ય લાગ્યાં એ પગલાં લીધાં છે.

- સોનુ સૂદ, ઍક્ટર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK