શ્રમિક ટ્રેનને મામલે મહારાષ્ટ્ર સરકાર અને પીયૂષ ગોયલની ટ્વિટર રાજનીતિ

Updated: May 26, 2020, 13:30 IST | Rajendra B Aklekar | Mumbai

પહેલી જૂને મુંબઇથી અન્ય રાષ્ટ્રોમાં દોડનારી ટ્રેઇન્સની ટિકીટ તો બુક છે પણ મુંબઇ આવનારી ટ્રેઇન્સની ઘણી ટિકીટો નથી વેચાઇ કારણકે હજી મુંબઇ રેડ ઝોનમાં છે. મુંબઇથી શરૂ થનારી ટ્રેન્સમાં ટિકીટ્સ નથી.

પીયૂષ ગોયલ તથા સંજય રાઉત
પીયૂષ ગોયલ તથા સંજય રાઉત

રવિવારે મોડી રાત સુધી રેલવે મિનીસ્ટર પીયૂષ ગોયલે મહારાષ્ટ્ર સરકારને ટ્વીટ કરીને શ્રમિક ટ્રેઇન્સની જરૂરિયાત અંગે સવાલ કર્યા હતા અને યાદી આપવા કહ્યું હતું. અંદાજે મોડી રાતે બે વાગે સરાકરે 46ટ્રેન્સની યાદી કેન્દ્રીય રેલવે મંત્રીને આપી હતી. રવિવારે રાજ્યને સંબોધતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે રેલવે મંત્રાયલ મહારાષ્ટ્રને પુરતી ટ્રેઇન્સ સેન્ક્શન નથી કરી રહ્યું અને આ પછી તરત જ રેલવે મંત્રી પીયૂષ ગોયલે આ મુદ્દાને સંબોધવા ટ્વિટરની મદદ લીધી હતી અને પછી રાજકીય દલીલો છેડાઇ ગઇ હતી.

ગોયલે પહેલાં તો એમ લખ્યું કે પોતે મહારાષ્ટ્ર સરકારને એક કલાકનો સમય આપે છે જેમાં તેમણે ટ્રેનની યાદી આપવાની રહેશે અને પછી તેમણે સતત ટ્વીટ કરીને પોતે ટ્રેઇની યાદી માગી છે તેમ કીધા કર્યું. રાત્રે બે વાગે ગોયલે ટ્વીટ કર્યું કે 125 ટ્રેનની યાદી ક્યાં છે મને તો માત્ર 46 ટ્રેનની યાદી મળી જેમાંથી પાંચ તો ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળની છે જ્યાં વાવાઝોડાને પગલે કોઇ ટ્રેન નહીં મોકલી શકાય. અમે આજે માત્રે 41 ટ્રેન પુરી પાડીએ છીએ, એ વાત અલગ છે કે અમે તો 125 ટ્રેન્સ દોડાવવા તૈયાર હતા. શિવસેનાનાં સંજય રાઉતે પણ ટ્વિટર યુદ્ધમાં ઝંપલાવ્યું હતું અને કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે તો લિસ્ટ આપી જ દીધું છે બસ પીયૂષજીને એટલું જ કહેવાનું કે ટ્રેન એ સ્ટેશને પહોંચે જે નક્કી કર્યું હોય, ગોરખપુરની ટ્રેન ઓરિસ્સા ન પહોંચી જાય બસ.

Tweetઅત્યાર સુધી તો રેલવેએ કૂલ 65 શ્રમિક ટ્રેન કેન્સલ કરી છે કારણકે સરકાર તેને માટે તૈયાર નહોતી. સેન્ટ્રલ રેલવેનાં એક અધિકારીએ કહ્યું હતું કે સ્પેશ્યલ ટ્રેનનાં પ્લાનિંગમાં ઘણી તૈયારી કરવી પડતી હોય છે અને લિસ્ટ સમયસર નહીં અપાય તોરાજ્ય સરકાર માટે તો ટ્રેન દોડાવવી મુશ્કેલ થઇ પડશે.

આ પણ વાંચોઃ પીયુષ ગોયલે મહારાષ્ટ્ર સરકાર પાસેથી ટ્વીટ કરીને માગી 125 શ્રમિક ટ્રેઇનની વિગતો

24મી મે સુધી રેલવ્એ કૂલ 557 શ્રમિક ટ્રેન દોડાવી છે અને 7 લાખ 70 હજાર શ્રમિકોને પોતાને ઘરે પહોંચાડ્યા છે. જો કે કર્મશીલ અક્ષય મહાપદીનું કહેવું છે કે, રેલવે એક માત્ર તંત્ર છે જ્યાં ટ્રેન એ પોઇન્ટ પરથી ચાલુ થઇને બીજા પોઇન્ટ પર પહોંચે છે પણ છેલ્લી ઘડીએ કોઇ કન્જેશનને કારણે ટ્રેનની દિશા બદલી ન નંખાય.શ્રમિકો માટેની ટ્રેન યોગ્ય ટાઇમટેબલ અનુસાર જ દોડવી જોઇએ.આ કંઇ રાજકારણ ખેલવાનો સમય નથી.ટોળેટોળાં ભેગા થાય અનેઅફરાતફરી થાય તે યોગ્ય નથી. બંન્ને પક્ષોએ માત્રને માત્ર શ્રમિકોને મદદ કરવા કામ કરવું જોઇએ.

પહેલી જૂને મુંબઇથી અન્ય રાષ્ટ્રોમાં દોડનારી ટ્રેઇન્સની ટિકીટ તો બુક છે પણ મુંબઇ આવનારી ટ્રેઇન્સની ઘણી ટિકીટો નથી વેચાઇ કારણકે હજી મુંબઇ રેડ ઝોનમાં છે. મુંબઇથી શરૂ થનારી ટ્રેન્સમાં ટિકીટ્સ નથી.

રવિવારે થાણા સ્ટેશને ભારે બબાલ થઇ હતી કારણકે છેલ્લી ઘડી એર્નાકુલમ જતી ટ્રેન કેન્સલ થઇ હતી. થાણે જિલ્લાનાં કલેક્ટર રાજેશ જે નાર્વેકરે સેન્ટ્રલ રેલવેને આ અંગે પત્ર પણ લખ્યો હતો જેને કારણે અંધાધુંધી ફેલાઇ હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK