સેન્ટ્રલ રેલવે હાઉસફુલ

Published: Dec 07, 2019, 09:26 IST | Rajendra B Aklekar | Mumbai

લોકલના ટાઇમટેબલમાં હવે એક્કેય નવી ટ્રેન સર્વિસ શરૂ કરવાની શક્યતા નથી : પ્રવાસીઓની બેહાલી યથાવત્ રહેશે

સ્ટેશન પર યાત્રીઓની ભીડ
સ્ટેશન પર યાત્રીઓની ભીડ

મધ્ય રેલવેના નવા લોકલ ટાઇમ-ટેબલમાં નવી ટ્રેનોની માહિતી માટે જરાયે જગ્યા નથી. મેઇન લાઇન પર હાલની સ્થિતિમાં નવી લોકલ ટ્રેનોને સામેલ કરી શકાય એમ નથી, પરંતુ સમયપત્રકમાં યુક્તિપૂર્વકના ફેરફારોને પગલે ગતિ અને સમયબદ્ધતા જાળવી શકાશે. જોકે નવી સેવા શરૂ કરવાની કોઈ શક્યતા ન હોવાથી પ્રવાસીઓની જે બેહાલી હાલ છે એ એમ જ રહે એવી પૂરેપૂરી શક્યતા છે. મધ્ય રેલવેનું નવું નૅશનલ ટાઇમ-ટેબલ થોડા દિવસોમાં પ્રકાશિત કરવામાં આવશે. ટાઇમ સ્લોટ્સને આધારે મધ્ય રેલવેના અધિકારીઓ લોકલ ટ્રેનોના ટાઇમ-ટેબલ માટે એડજસ્ટમેન્ટ કરશે. ઉપનગરીય ટ્રેનોના સમયપત્રકમાં બદલાવને પગલે સાધારણ ફેરફાર થશે. 

મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘હાલમાં ૧૭૭૪ સબર્બન સર્વિસિસ તથા ૨૦૦ એક્સપ્રેસ, ગુડ્સ-ફ્રેઇટ ટ્રેનોને કારણે નેટવર્ક ખીચોખીચ હાલતમાં છે. ફેરફાર, અનુકૂળતા માટે થોડી મોકળાશ રાખવી જરૂરી બની છે. એક ઇંચ પણ જગ્યા નથી.

આ પણ વાંચો : વાકોલા બ્રિજ બંધ કર્યો તો ભારે થશે

નવી ઍરકન્ડિશન્ડ સર્વિસને હાલની અન્ય સર્વિસની જગ્યાએ ગોઠવવામાં આવશે અને ખોટ સરભર કરવા માટે એક ટ્રેનને સેકન્ડ ક્લાસ ટ્રેન બનાવવામાં આવશે. લેવલ ક્રૉસિંગ ગેટ્સ બંધ કરવાથી રાહત થશે. તે ઉપરાંત થાણે-દિવા લાઇનનું કામ પૂરું થતાં મેઇલ ટ્રેનો એ તરફ ડાઇવર્ટ કરી શકાતાં રાહત થશે.’

૨૦૦૮માં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ(એમયુટીપી) ટુબીના ભાગરૂપે મંજૂર કરવામાં આવેલી નવી થાણે-દિવા કૉરિડોરનું બાંધકામ મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન(એમઆરવીસી) કરે છે. એ બાંધકામ પૂરું થવાની પહેલી મુદત ૨૦૧૫ના ડિસેમ્બર મહિનામાં હતી, પરંતુ અવારનવાર એ મુદત લંબાવવામાં આવતાં ખર્ચનો અંદાજ પણ મૂળ ૧૩૦ કરોડ રૂપિયાથી વધીને ૪૪૦ કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. હાલમાં કલ્યાણ અને દિવા તેમ જ કુર્લા ટર્મિનસ અને થાણે વચ્ચે છ લાઇનો છે. જોકે થાણે અને દિવા વચ્ચે ચાર લાઇનો છે, એને કારણે ગીચતા વધી છે. નવી લાઇન શરૂ થતાં કુર્લા-લોકમાન્ય ટિળક ટર્મિનસ અને કલ્યાણ-દિવા વચ્ચે લોકલ અને આઉટ સ્ટેશન ટ્રેનોનું વિભાજન શક્ય બનશે. એથી સબર્બન ટ્રેનોની સ્પીડ અને ફ્રિક્વન્સી વધશે. અગાઉ અનેક વિવાદો બાદ ઠાકુર્લીનું લેવલ ક્રૉસિંગ બંધ કરાયા પછી દિવા-કળવા અને ટિટવાલામાં નવો બ્રિજ બાંધીને લેવલ ક્રૉસિંગ્સ (ફાટકો) બંધ કરાયા પછી સમસ્યા ઉકેલાવાની શક્યતા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK