મુંબઈ-નવી મુંબઈની રિયલ્ટી માર્કેટને પાવરફુલ કરન્ટ મળશે

Published: 1st November, 2014 06:50 IST

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, IT, રોજગારી સર્જન, જાહેર સુવિધા, ટ્રાન્સર્પોટેશન વગેરેમાં ધરખમ સુધારાની આશા


જયેશ  ચિતલિયા

ગઈ કાલે ૩૧ ઑક્ટોબરે મહારાષ્ટ્રમાં ગ્થ્ભ્ના મુખ્ય પ્રધાને શપથ લઈ લીધા છે ત્યારે મહારાષ્ટ્ર-મુંબઈમાં પરિવર્તનનો ઝડપી પવન ફૂંકાશે એવા સંકેત મળવાનું શરૂ થઈ ગયું છે. ખાસ કરીને મુંબઈ અને એની આસપાસનાં નાનાં-મોટાં શહેરોની સિકલ બદલાઈ જવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ગ્થ્ભ્ના આગમનને પગલે મુંબઈમાં અટકી પડેલા સંખ્યાબંધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ કાર્યરત થઈ જશે એટલું જ નહીં, અહીં IT (ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી) સહિતના વિવિધ પ્રકલ્પો પણ પુરજોશમાં આવી જશે એવો એક અભ્યાસ જાણવા મળ્યો છે. ગ્થ્ભ્ના મૅનિફેસ્ટોના આધારે તૈયાર કરાયેલા આ અભ્યાસમાં મહારાષ્ટ્ર-મુંબઈનું ઉજ્જ્વળ ભાવિનું ચિત્ર જોવા મળે છે.


આ સાથે  મુંબઈની રિયલ એસ્ટેટ માર્કેટને પણ નવો કરન્ટ મળવાની આશા છે. કેન્દ્રમાં પણ BJPની સરકાર હોવાથી હવે પછી મુંબઈ, પુણે, નાગપુર, નાશિક જેવાં શહેરોના પ્રોજેક્ટ્સને ઝડપી પ્રાધાન્યતા મળશે. અહીં એ નોંધવું રસપ્રદ છે કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની BJPની કેન્દ્ર સરકાર રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ ખૂબ રસ ધરાવે છે જેના દેખીતાં કારણોમાં રોજગારી સર્જનનો વ્યાપક અવકાશ અને ઇકૉનૉમીને મળતો વેગ છે. કેન્દ્રનો આ અભિગમ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં અને મુંબઈ જેવા શહેર માટે લાગુ પડે એ સ્વાભાવિક છે.

પનવેલ ઇન્ટરનૅશનલ ઍરર્પોટ


ગ્થ્ભ્ના પગલે મુંબઈ-મહારાષ્ટ્રમાં જે પ્રોજેક્ટ્સને વેગ મળશે એમાં પનવેલનો ઇન્ટરનૅશનલ ઍરર્પોટ પ્રોજેક્ટ, ટ્રાન્સ-હાર્બર લિન્ક (જે શિવડી અને ન્હાવા-શેવાને કનેક્ટ કરે છે) પ્રોજેક્ટ અને મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (જે મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે)નો સમાવેશ છે. આ ઍરર્પોટ પ્રોજેક્ટ અને ન્હાવા-શેવા હાર્બર લિન્ક પ્રકલ્પ નવી મુંબઈની રિયલ્ટી માર્કેટમાં ધરખમ ફેરફાર લાવી દે તો નવાઈ નહીં. અહીં જમીન છૂટી થવા પર જૂની મુંબઈના લોકો પણ વધુ ને વધુ પ્રમાણમાં આ તરફ શિફ્ટ થવા લાગે એમ બની શકે.

બિઝનેસ-ડિસ્ટ્રિક્ટનો કન્સેપ્ટ

આ અભ્યાસ કહે છે કે ગ્થ્ભ્ના ગ્ધ્ઘ્ (બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ) બિઝનેસ-ડિસ્ટ્રિક્ટની જેમ વિવિધ મ્યુનિસિપલ કૉર્પોરેશનોમાં બિઝનેસ-ડિસ્ટ્રિક્ટની જેમ થાણે, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાઈંદર, વસઈ-વિરાર, ભિવંડી, ઉલ્હાસનગર વગેરે મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પણ બિઝનેસ-ડિસ્ટ્રિક્ટ ઊભાં કરવાની યોજના ધરાવે છે, જે IT સેક્ટરને  ડેવલપ થવામાં પ્રોત્સાહન આપશે, કેમ કે આનાથી લોકો જ્યાં કામ કરે છે ત્યાં અને તેમના ઘરના અંતરમાં રહેલી દૂરી ઓછી થશે. આનાથી કૅમ્પસ સ્ટાઇલ બિઝનેસ-પાર્ક ઊભા થઈ શકશે અને બીજી બાજુ અફૉર્ડેબલ હાઉસિંગને પણ પ્રોત્સાહન મળશે એવો અંદાજ છે. અત્યારે IT જૉબ અન્ય કારણસર બૅન્ગલોર કે પુણે જેવા શહેરમાં ચાલ્યો જાય છે. મુંબઈ તેમને કૉસ્ટ્લી લાગે છે. એ ઉપરાંત મુંબઈમાં વૉટર ટ્રાન્સર્પોટ વિકસાવવાની પણ યોજના છે.
અભ્યાસ મુજબ BJP મેક ઇન ઇન્ડિયાની જેમ મેક ઇન મહારાષ્ટ્રનો ખયાલ દાખલ કરે એવી પણ શક્યતા છે. એ માટે દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કૉરિડોર ધ્યાનમાં છે, જે પુણેને મૅન્યુફૅક્ચરિંગ હબ બનાવીને મોટા ભાગની મલ્ટિનૅશનલ કંપનીઓની ઑફિસો મુંબઈમાં સ્થાપવાની પ્રેરણા આપી શકે છે.

નવી રાજ્ય સરકારનાં રિયલ એસ્ટેટ માર્કેટ માટેનાં લક્ષ્ય શું હશે?


સરકાર જમીન અને પ્રૉપર્ટી સંબંધિત દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવા ધારે છે.


સરકાર FSI (ફ્રી સ્પેસ ઇન્ડેક્સ)માં સુધારા કરી ડેવલપમેન્ટ વધુ અને ઝડપી થઈ શકે એવું ઇચ્છે.


સરકાર રિયલ એસ્ટેટ રિફૉમ્સર્‍ બિલ લાવશે.


પ્રોજેક્ટ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સ દાખલ કરશે.


પારદર્શકતા વધારીને કરપ્શનને કન્ટ્રોલ કરશે.


અફૉર્ડેબલ હાઉસિંગને સંભવ બનાવવાના પ્રયાસ થશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK