Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા

મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા

25 June, 2020 08:24 AM IST | Mumbai
Mumbai Correspondent

મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં છેલ્લા દસ દિવસથી વરસાદની રાહ જોવાતી હોવા છતાં હજી સુધી ચોમાસાની પધરામણી નથી થઈ. જોકે હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની આગાહી ગઈ કાલે કરી હતી. આથી આશા છે કે ટૂંક સમયમાં મુંબઈમાં પણ વરસાદ આવી પહોંચશે.મુંબઈના હવામાન ખાતાએ ગઈ કાલે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્રના નાશિક, પુણે, નંદુરબાર, ધુળે, જળગાંવ અને અહમદનગરમાં વીજળીના કડાકાભડાકા અને ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે કેટલેક સ્થળે ભારે વરસાદ પડશે. એ પછીના ૨૪ કલાકમાં પણ ઝડપી હવા સાથે નાશિક, પુણે અને એહમદનગર જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈમાં આગામી ૨૪ કલાક વાદળછાયું આકાશ રહેશે, પરંતુ વરસાદની શક્યતા નહીંવત હોવાનું કોલાબા વેધશાળાના પ્રવક્તાએ જાહેર કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

25 June, 2020 08:24 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK