Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફિયોન્સીનો કર્યો બળાત્કાર, કહ્યું વીડિયો અને તસવીરો ઓનલાઇન શૅર કરશે

ફિયોન્સીનો કર્યો બળાત્કાર, કહ્યું વીડિયો અને તસવીરો ઓનલાઇન શૅર કરશે

16 September, 2020 03:12 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફિયોન્સીનો કર્યો બળાત્કાર, કહ્યું વીડિયો અને તસવીરો ઓનલાઇન શૅર કરશે

પ્રતીકાત્મક સતવીર

પ્રતીકાત્મક સતવીર


15 વર્ષની એક છોકરીના ભાવિ પતિએ સાથે જબરદસ્તી શારીરિક સંબંધ રાખ્યા બાદ તે સ્નાન કરતી હતી તે વખતનો વીડિયો લઈને બ્લેકમેલ કરતો હતો. સુરતની આ છોકરીએ મુંબઈના મુર્તઝા વોહરા સાથે સગાઈ કરી હતી. મુર્તઝા છોકરીના વતનમાં આવતો હતો.

એક વખત મુર્તઝાએ આ છોકરી સ્નાન કરતી હતી તે વખતે વીડિયો બનાવ્યો અને ધમકી આપી કે જો તે શારીરિક સંબંધ નહીં રાખે તો વીડિયો શૅર કરશે, એટલું જ નહીં. તેણે અમૂક તસવીરો અને વીડિયો લીધા. આટલામાં મુર્તઝા શાંત પડ્યો નહીં. તેણે આ ફોટો અને વીડિયો સોશ્યલ મીડિયામાં અપલોડ કરી દીધા અને ધમકી આપી કે છોકરી તેનું નહીં માને તો તેને મારી નાખશે.



કંટાળીને આ છોકરીએ સગાઈ તોડવાની સાથે સુરતમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તપાસ ચાલુ છે અને આરોપીને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. 


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2020 03:12 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK