મુંબઈ: ટ્રાફિક સિગ્નલ તોડનારા આરોપીએ પ્રશ્ન કરનારા કૉન્સ્ટેબલને માર્યો

Published: May 02, 2019, 12:34 IST | ફૈઝાન ખાન | મુંબઈ

મંગળવારે સાંતાક્રુઝ-કુર્લા લિન્ક રોડ પર રઝા જંક્શન પાસે ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગવાની કોશિશ કરી રહેલા આરોપી મેહબુબ મુર્તઝા ખાન નામની ૪૨ વર્ષની વ્યક્તિની પોલીસે ટ્રાફિક કૉન્સ્ટેબલ પર હુમલો કરવા તેમ જ તેને ગાળ આપવા બદલ ધરપકડ કરી હતી

પ્રતીકાત્મંક તસવીર
પ્રતીકાત્મંક તસવીર

મંગળવારે સાંતાક્રુઝ-કુર્લા લિન્ક રોડ પર રઝા જંક્શન પાસે ટ્રાફિક સિગ્નલ તોડીને ભાગવાની કોશિશ કરી રહેલા આરોપી મેહબુબ મુર્તઝા ખાન નામની ૪૨ વર્ષની વ્યક્તિની પોલીસે ટ્રાફિક કૉન્સ્ટેબલ પર હુમલો કરવા તેમ જ તેને ગાળ આપવા બદલ ધરપકડ કરી હતી.

નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘જંક્શન પર હાજર ફરજ પરના કૉન્સ્ટેબલે આરોપીને રોકાવા કહ્યું, પરંતુ તે કટ મારીને ત્યાંથી નાસી છુટવામાં સફળ રહ્યો હતો. જોકે થોડી દૂર સુધી તેનો પીછો કર્યા બાદ ટ્રાફિક કૉન્સ્ટેબલે આરોપીને તેનું વાહન રોકવાની ફરજ પાડી હતી. કૉન્સ્ટેબલે સિગ્નલ તોડવાનું કારણ પૂછતાં આરોપીએ કૉન્સ્ટેબલને ગાળો ભાંડવી શરૂ કરી હતી.

આ પણ વાંચો : આ ભાઈએ મુંબઈમાં વેઇટલોસ ટ્રીટમેન્ટ કરાવીને બે વર્ષમાં 160 કિલો વજન ઉતાર્યું

બન્ને વચ્ચે સામસામી દલીલો શરૂ થતાં આરોપીએ કૉન્સ્ટેબલને મારવાની શરૂઆત કરી હતી જે જોઈને સ્થાનિકો અને રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. કૉન્સ્ટેબલે તેના ઉપરી અધિકારીઓને ઘટનાની જાણ કરતાં તેઓએ તત્કાળ ઘટના સ્થળ પર ટુકડી રવાના કરી હતી. જોકે કૉન્સ્ટેબલે તેને ફરી નાસવાની તક નહોતી આપી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK