મેલી દાનત સાથે જ બેનેટ રિબેલો દીકરી દત્તક લેતો?

Published: Dec 10, 2019, 08:03 IST | Faizan Khan, Diwakar Sharma | Mumbai

માહિમમાં બૅગમાંથી મૃતહેદના ભાગ મળવાના કેસમાં વધુ ઇન્ટરેસ્ટિંગ માહિતી બહાર આવી રહી છે: બેનેટ રિબેલોએ મિલકતના નામે લલચાવીને અનેક છોકરીઓનું જાતીય શોષણ કર્યું હોવાનું ક્રાઇમ બ્રાન્ચના ધ્યાનમાં આવ્યું છે

બેનેટ રિબેલો
બેનેટ રિબેલો

સંગીતકાર બેનેટ રિબેલોની હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચને શંકા છે કે મરનાર રિબેલો અનેક યુવતીઓને તેની મિલકતના નામે લલચાવીને તેમનું જાતીય શોષણ કરતો હતો. તપાસમાં જણાયું હતું કે રિયાની રિબેલો સાથે ઓળખાણ કરાવનાર છોકરીનો પણ રિબેલો સાથે જાતીય સંબંધ હતો. જોકે રિબેલોની વકીલ રોહિણી શિરોડકરે કહ્યું હતું કે રિબેલો તો જરૂરિયાતમંદ મહિલાને મદદ કરવા માગતા હતા.

માહિમમાં બૅગમાંથી મૃતદેહના ભાગ મળી આવવાની ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચની તપાસથી નવી માહિતીઓ બહાર આવી રહી છે.

રિયાએ શરૂઆતમાં તેના નિવેદનમાં જણાવ્યું હતું કે રિબેલો સાથે રહેતી તેની એક મિત્રએ તેમની ઓળખાણ કરાવી હતી. જોકે હવે તો તે પરણી ગઈ છે અને તેને તેના પતિથી એક બાળક પણ છે.

riya

રિયા

રિબેલોની વકીલ રોહિણી શિરોડકરે કહ્યું હતું કે રિબેલો સાથે તેની ઓળખાણ લગભગ આઠ મહિના પહેલાં થઈ હતી, જ્યારે તે બાળક દત્તક લેવા માગતો હતો. તેની હત્યાની જાણ મને અખબારના સમાચારથી થઈ હતી. રિબેલો ઘણો સારો માણસ હતો અને ગરીબોને મદદ કરતો હતો.

ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યા અનુસાર રિયા ૨૦૧૮ની બાવીસમી મેનું માત્ર તેની સહી ધરાવતું એક પ્લેઇન પેપર લઈ આવી હતી અને દાવો કર્યો હતો કે રિબેલોએ તેને દત્તક લીધી હતી. ક્રાઇમ બ્રાન્ચ આ પેપરની તપાસ કરી રહી છે. તેણે કહ્યું હતું કે મેં રિબેલોને માનવતાના નાતે મને ભણવા, રહેવા, ખાવાની મદદ કરવા વિનંતી કરી હતી, જે તેમણે સ્વીકારી હતી. પ્રથમદર્શી રીતે જણાયું હતું કે દત્તક લેવાની પ્રક્રિયાથી અજાણ આ છોકરીએ માની લીધું હતું કે રિબેલોના મૃત્યુ પછી બધી સંપત્તિ તેની થઈ જશે.

ક્રાઇમ બ્રાન્ચ જાતીય શોષણ અને મિલકત એ બે પાસાં દ્વારા હત્યાના કેસની તપાસ કરી રહી છે. રિયા પાસેથી ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળ્યું હતું કે રિબેલોને અન્ય યુવતીઓ સાથે પણ જાતીય સંબંધ હતો અને તેમનું પણ તે જાતીય શોષણ કરતો હતો.

રિયા છેલ્લાં બે વર્ષથી રિબેલો સાથે રહેતી હતી. તેની જરૂરિયાતો પૂરી થતી હોવાથી તેણે ક્યારેય રિબેલોની હત્યા કરવાનું વિચાર્યું નહોતું, પણ જ્યારે રિયાએ તેના સગીર બૉયફ્રેન્ડને રિબેલો તેનું જાતીય શોષણ કરતો હોવાની જાણ કરી ત્યારે તેણે રિયાને રિબેલોની હત્યા કરવા માટે ઉશ્કેરી હતી. રિબેલોને આ બન્નેનું મળવાનું ગમતું નહોતું. પરિણામે રિયાના બૉયફ્રેન્ડે રિબેલોની હત્યામાં તેની સાથે જોડાવા રિયાની ઉશ્કેરણી કરી હતી.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK