કોરોના ડિટેક્ટ કરતી BMCની વોઇસ એપ્લિકેશન હજી પ્રારંભિક તબક્કામાં

Published: Sep 14, 2020, 16:43 IST | Arita Sarkar | Mumbai

પહેલા ભાગમાં ૫૦૦ જેટલાં સૅમ્પલ જોઈએ પરંતુ એના બદલે માત્ર ૧૦૦ સૅમ્પલ જ એકઠાં થયાં છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને વોઇસ એપ્લિકેશન દ્વારા કોરોના ડિટેક્ટ કરતો પ્રોજેક્ટ એક મહિના પહેલાં શરૂ કર્યો હતો જે હજી પણ એના પ્રારંભિક તબક્કામાં છે. મુંબઈવાસીઓની શક્ય એટલી વધારે કોરોના ટેસ્ટ થઈ શકે એ માટે આ એપ્લિકેશન બનાવવામાં આવી છે. પહેલા તબક્કામાં ૫૦૦ વોઇસ સૅમ્પલ ભેગાં કરવાનાં હતાં જેની સામે માત્ર ૨૦૦‌ સૅમ્પલ ભેગાં કરવામાં આવ્યાં છે. એપ્લિકેશન લૉન્ચ કરતાં પહેલાં ૧૫૦૦ વોઇસ સૅમ્પલ ભેગાં કરવાનો સુધરાઈનું લક્ષ્ય છે.‌ આ વિશે વાત કરતાં એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાનીએ કહ્યું કે ‘આરટી-પીસીઆર ટેસ્ટના શરૂઆતનાં ૫૦૦ સૅમ્પલ ભેગાં કરવાનું અમારું કામ ચાલી રહ્યું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માટે શરૂઆતનો અલ્ગોરિધમ પ્રાપ્ત થઈ જાય ત્યારબાદ અમે અન્ય ૧૫૦૦ સૅમ્પલ સોફ્ટવેર સાથે ભેગાં કરશું અને પ્રાપ્ત થનારા પરિણામની સમીક્ષા કરશું.’

આ પ્રોસેસની જાણકારી આપતાં નેસ્કોના ડૉક્ટર નીલમ એન્ડ્રાડેએ કહ્યું કે‌ ‘પહેલા અમારો બે સ્ટાફ છ કલાકમાં ૨૫-૨૭‌ દરદીઓનાં સૅમ્પલ ભેગાં કરી શકતાં હતાં. આ કામકાજને વધારવા અને વધારે સૅમ્પલ ભેગાં કરવા અમે વોઇસ સૅમ્પલ ભેગાં કરવાનું નક્કી કર્યું હતું. અમે મરાઠી અને હિન્દી ભાષા‌ આધારિત અલ્ગોરિધમ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આ પ્રક્રિયા દ્વારા અમને દિવસમાં અંદાજે ૫૦ જેટલાં સૅમ્પલ પ્રાપ્ત થઈ રહ્યાં છે.’

ઇઝરાયલની સ્ટાર્ટઅપ કંપની દ્વારા વિકસાવવામાં આવેલી વોકાલિસ નામની એપ્લિકેશનમાં વ્યક્તિએ કમસેકમ વીસ સેકન્ડ સુધી આંકડા બોલતા રહેવાના હોય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK