બુલેટ ટ્રેનને દોડાવવાને બદલે મુંબઈની લોકલ ટ્રેન વ્યવસ્થા સુધારો: શરદ પવાર

Published: Mar 16, 2019, 12:52 IST

શરદ પવારે દુર્ઘટના વિષે શ્વેતપત્ર જાહેર કરવાની માગણી કરતી કહ્યું હતું કે બુલેટ ટ્રેન દોડાવવાને બદલે મુંબઈ લોકલની વ્યવસ્થા સુધારો.

શરદ પવાર
શરદ પવાર

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર આવેલો હિમાલય પુલ તૂટી પડવાની ઘટના મુંબઈગરાઓની દૃãક્ટએ ચિંતાનો વિષય છે, કારણ કે દેશની આર્થિક રાજધાનીમાં લોકોની સંખ્યા વધી રહી છે. મુંબઈગરાઓની સુરક્ષા માટે શહેરની રચનામાં બદલાવ લાવવાની જરૂર છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે હિમાલય પુલ દુર્ઘટના બાદ આ પ્રકારે પોતાનો મત રજૂ કર્યો હતો.

તેમણે દુર્ઘટના વિષે શ્વેતપત્ર જાહેર કરવાની માગણી કરતી કહ્યું હતું કે બુલેટ ટ્રેન દોડાવવાને બદલે મુંબઈ લોકલની વ્યવસ્થા સુધારો.

વિરારથી ચર્ચગેટ તેમ જ કર્જતથી CSMT સુધી રોજના એક કરોડ લોકો મુસાફરી કરે છે એમ જણાવતાં શરદ પવારે ગઈ કાલે કહ્યું હતું કે ‘રેલવે ક્રૉસિંગ, રેલવે ઍક્સિડન્ટમાં મોત, ધક્કામુક્કી વગેરે કારણોથી રેલવે કૅમ્પસમાં રોજના ઍક્સિડન્ટની સંખ્યા વધુ હોય છે. એથી મુંબઈગરાઓની સુરક્ષાની દૃષ્ટિએ શહેરની રચનામાં ફેરફાર કરવાની જરૂર છે.’

રેલવે ફૅસિલિટીમાં વધારો કરવાની પ્રાથમિક જવાબદારી રેલવે ઑથોરિટી છે એમ જણાવતાં ફ્ઘ્ભ્ના નેતા જિતેન્દ્ર અવ્હાડે કહ્યું હતું કે ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને રેવલે ઑથોરિટી એકબીજા પર આંગળી ચીંધે તો એનો કોઈ ઉપાય નથી. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ માત્ર દેખાડો કરવાનો અને જનતાના પૈસાનું પાણી કરવા બરાબર છે. એથી અમારી માગ છે કે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ કૅન્સલ કરવામાં આવે. આ સાથે અમે અમારા મેનિફેસ્ટોમાં ઉલ્લેખ કરીશું કે જો અમે સત્તા પર આવીશું તો એક મહિનાની અંદર બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ રદ કરશું અને એ પૈસાનો ઉપયોગ સબર્બન રેલવે ફૅસિલિટીમાં સુધારો કરવા કરીશું.’

શિવસેનાએ જ મુંબઈનું સત્યાનાશ કર્યું : જયંત પાટીલ

શિવસેનાએ મુંબઈનું સત્યાનાશ કર્યું છે આવા આકરા શબ્દોમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના સંસદસભ્ય જયંત પાટીલે શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી હતી. ઘટના બાદ જયંત પાટીલ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના મુંબઈ અધ્યક્ષ સચિન અહિરે ઘટનાસ્થળે અને હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

શિવસેના પક્ષ પ્રમુખ સત્તા મેળવવામાં મગ્ન છે એમ જણાવતાં જયંત પાટીલે કહ્યું હતું કે ‘એથી તેમને અહીં આવવાનો સમય નથી. સાચું કહું તો તેમને મુંબઈની ચિંતા જ નથી. તકલાદીપણું બંધ કરો. ઑડિટ ફેલ ગયું એ બાબત ગંભીર છે. સરકારનું કામ તરફ ધ્યાન નથી.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK