પહેલી નવેમ્બરથી લોકલ શરૂ? પ્રવક્તાએ કહ્યું આ...

Published: 29th October, 2020 16:52 IST | IANS | Mumbai

મહારાષ્ટ્ર સરકારે દરેક પ્રવાસીઓ માટે લોકલ ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સામે વેસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવેએ યોજનાની વિગતવાર માહિતી મગાવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર સરકારે દરેક પ્રવાસીઓ માટે લોકલ ટ્રેન શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ સામે વેસ્ટર્ન રેલવે અને સેન્ટ્રલ રેલવેએ યોજનાની વિગતવાર માહિતી મગાવી છે.

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુર અને સેન્ટ્રલ રેલવેના પ્રવક્તા શિવાજી સુતારે કહ્યું કે, અમે પહેલી નવેમ્બરથી જો દરેક પ્રવાસીઓને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની છુટ આપીએ તો દબાણ ન વધે એ માટે રાજ્ય સરકાર સાથે મળીને રૂપરેખા બનાવીશું.

મુંબઈ, થાણે, પાલઘર અને મુંબઈ મેટ્રોપોલીટન રીજન (એમએમઆર)ની કુલ 3200 લોકલ સર્વિસમાં દૈનિક સરેરાશ 85 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ 390 કિલોમીટરમાં પ્રસરેલી છે, જેમાં 157 સ્ટેશનનોનો સમાવેશ છે.

હાલમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવે કુલ 1410 લોકલ ટ્રેન સર્વિસ ચલાવે છે, જેમાં કુલ મુસાફરોના 12 ટકા જેટલા પ્રવાસ કરે છે. અનલૉક પ્રોટોકોલના હિસાબે 12 ડબ્બાની લોકલમાં મહત્તમ 700 પ્રવાસીઓને મંજૂરી છે, જ્યારે કોરોના પહેલા આ લોકલમાં 1200 તો સીટ જ હતી અને ઉભા રહીને લોકો પ્રવાસ કરે એ ગણતરી તો જુદી.

ઠાકુર અને સુતારે કહ્યું કે, સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમને અનુસરીને રેલવે લોકલ સર્વિસમાં વધારો કરવા માટે તૈયાર છે. આ બાબતે અમે મહારાષ્ટ્ર સરકાર સાથે વાતચીત પણ કરી રહ્યા છે જેથી અતિરિક્ત સર્વિસ અમે પુરી પાડી શકીએ.

 રાજ્ય સરકારના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઍન્ડ રીહૅબિલિટેશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરી કિશોર રાજે નિમ્બાળકરે મધ્ય રેલવેના જનરલ મૅનેજર-સીએસએમટી, વેસ્ટર્ન રેલવેના જનરલ મૅનેજર-ચર્ચગેટ અને પોલીસ કમિશનર (રેલવે)ને ઉદ્દેશીને આપેલા આદેશના પત્રમાં મહિલાઓ માટે પણ દર એક કલાકે લેડીઝ સ્પેશ્યલ ટ્રેન છોડવામાં આવે એવી માગણી કરી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK