Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પોલીસની બેદરકારીને લીધે સ્વજનની ડેડ-બૉડી મળી ૯ દિવસે

પોલીસની બેદરકારીને લીધે સ્વજનની ડેડ-બૉડી મળી ૯ દિવસે

20 December, 2014 04:54 AM IST |

પોલીસની બેદરકારીને લીધે સ્વજનની ડેડ-બૉડી મળી ૯ દિવસે

પોલીસની બેદરકારીને લીધે સ્વજનની ડેડ-બૉડી મળી ૯ દિવસે





અંકિતા સરીપડિયા

મીરા રોડમાં વાઇટ હાઉસની બાજુમાં આવેલા ગિરિરાજ ટાવરમાં રહેતાં ૮૧ વર્ષનાં કમલાબહેન રાજપૂત સોમવારે ૮ ડિસેમ્બરે સવારે ગ્રાન્ટ રોડમાં રહેતા સગાને ત્યાં જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયાં હતાં. ત્યાર બાદ એ જ દિવસે સાંજે મરીન લાઇન્સ ચોપાટીથી કમલા રાજપૂતની ડેડ-બૉડી મળી હતી. પબ્લિકે સ્થાનિક પોલીસને આપેલી માહિતીને આધારે ડેડ-બૉડીને ધોબીતળાવ વિસ્તારમાં આવેલી GT હૉસ્પિટલમાં તપાસ માટે મોકલાવવામાં આવી હતી, જ્યાં કમલા રાજપૂતનું નૅચરલ ડેથ થયું હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

આ બાબતે કમલા રાજપૂતના પુત્રે મીરા રોડ પોલીસમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી છતાં પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી નહોતી અને કોઈ યોગ્ય કાર્યવાહી કરી નહોતી, જેને કારણે પોલીસને બુધવારે ૧૭ ડિસેમ્બરે એટલે કે ઘટનાના નવ દિવસ બાદ કમલા રાજપૂતનો પત્તો મળ્યો હતો અને એમનું મૃત્યુ થયું હોવાની જાણ થઈ હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા બુધવારે કમલા રાજપૂતના પરિવારને ડેડ-બૉડી સોંપવામાં આવી હતી. અચાનક આવી ખબર મળતાં પરિવારજનો ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા અને ડેડ-બૉડી મળ્યા બાદ ગુરુવારે એમના અંતિમ સંસ્કાર કર્યા હતા. આજે કમલા રાજપૂતના બારમાની વિધિ રાખવામાં આવી છે.

આ વિશે વધુ માહિતી આપતાં કેસના ઇન્વેસ્ટિગેશન ઑફિસર અને મીરા રોડ પોલીસ-સ્ટેશનના પોલીસ-કૉન્સ્ટેબલ રાઠોડે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સોમવારે ૮ ડિસેમ્બરે કમલા રિલેટિવના ઘરે જવાનું કહી સવારે ઘરેથી નીકળ્યાં હતાં. ત્યાર બાદ સોમવારે સાંજે મરીન ડ્રાઇવ ચોપાટી પરથી એમની ડેડ-બૉડી મળી હતી. એની લોકોએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને મરીન ડ્રાઇવ પોલીસે ડેડ-બૉડી GT હૉસ્પિટલમાં પૉસ્ટમૉર્ટમ માટે મોકલાવી હતી. કમલાબહેનની ડેડ-બૉડીની ઓળખ ન થઈ હોવાથી ડેડ-બૉડી હૉસ્પિટલમાં જ હતી. કમલાની કોઈ શોધ ન થઈ શકી હોવાથી અમે મીડિયાની મદદ લીધી હતી અને કમલાની ગુમ થયાની ખબર દૂરદર્શન ચૅનલમાં આપી હતી, જેથી એની જલદીથી જલદી શોધ થઈ શકે, પરંતુ કોઈ સગડ મળી રહ્યા નહોતા અને અમે કમલાના પરિવારજનોને પોલીસ વેબસાઇટ પરથી એની શોધ કરવાનું કહ્યું હતું.’

કમલા રાજપૂતના પુત્ર સુભાષ રાજપૂતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મમ્મી ઘણી વાર ગ્રાન્ટ રોડમાં રહેતાં મારાં ફઈના દીકરાને ત્યાં એકાદ દિવસ રહેવા જાય છે. એ જ રીતે સોમવારે પણ તેઓ તેમને ત્યાં રહેવા માટે જવાનું કહી ઘરેથી નીકળ્યાં હતાં. એ દિવસે સાંજે મેં મારા ભાઈને ત્યાં ફોન કર્યો ત્યારે ખબર પડી કે મમ્મી તો ત્યાં પહોંચ્યાં જ નથી. એથી આ વાતની જાણ અમે ક્રૉફર્ડ માર્કેટ પાસેની પોલીસ-ચોકીમાં પણ કરી હતી અને મીરા રોડમાં મિસિંગ ફરિયાદ પણ નોંધાવી હતી. આ બાબતે પોલીસ સાથે વાત કરતાં મીરા રોડ પોલીસે અમને પોલીસ વેબસાઇટ પર ડેડ-બૉડીના ફોટો હોય છે એ જોવા કહ્યું હતું અને એની પર શોધ કરતાં અમને મુંબઈ પોલીસની વેબસાઇટ પર એમનો ફોટો જણાયો હતો. એથી આ વાતની ખાતરી કરવા માટે અમે મરીન ડ્રાઇવ પોલીસની મદદ માગી હતી અને અમને મમ્મીની ભાળ મળી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2014 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK