મોબાઇલ ઍપથી ટૅક્સી બુક કરવામાં જોખમ છે : પોલીસ

Published: 10th December, 2014 05:25 IST

દિલ્હીમાં મોબાઇલ ઍપ દ્વારા ઉબર કૅબ કંપનીની કૅબ મગાવનારી યુવતી પર કૅબ-ડ્રાઇવરે રેપ કર્યાની ઘટના બાદ સફાળી જાગેલી મુંબઈ પોલીસે શહેરની ૪૪,૫૦૦થી વધુ તમામ ટૅક્સીઓ અને એના ડ્રાઇવરોનાં બૅકગ્રાઉન્ડ ૩૧ ડિસેમ્બર પહેલાં ચકાસવાનો આદેશ આપ્યો છે.


શશાંક રાવ

ટ્રાફિક-પોલીસ અને ટ્રાન્સર્પોટ ઑથોરિટીએ તો મોબાઇલ ઍપના માધ્યમથી પ્રાઇવેટ ટૅક્સી બુક ન કરવાની સલાહ પણ લોકોને આપી છે. પોલીસના આવા વલણથી ટૅક્સી-યુનિયનોને દોડવા માટે ઢાળ મળ્યો છે અને મુંબઈમાં પ્રાઇવેટ કૅબ સર્વિસ કંપનીઓને ૭૫૦૦ જેટલી ડેડ-પરમિટો આપવાને બદલે યલો ઍન્ડ બ્લૅક ટૅક્સીઓને આ પરમિટો આપવાની માગણી કરવામાં આવી હતી.

ગયા અઠવાડિયે દિલ્હીમાં કૅબ-રેપની આ ચોંકાવનારી ઘટના બાદ ગઈ કાલે મુંબઈમાં ટ્રાફિક-પોલીસ, ટૅક્સી-યુનિયન્સ અને ટ્રાન્સર્પોટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ વચ્ચે બેઠક થઈ હતી એમાં ટ્રાફિક-પોલીસના જૉઇન્ટ કમિશનર ડૉ. બી. કે. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ‘મોબાઇલ ઍપ્સ દ્વારા ટૅક્સી બુક કરાવવાનું જોખમી અને અસુરક્ષિત છે. આવી ઍપ્સ દ્વારા ટૅક્સી-બુકિંગથી દૂર રહેવાની અમે લોકોને અપીલ કરવા માગીએ છીએ.’

રેડિયો ટૅક્સી અસોસિએશનના પ્રેસિડન્ટ કુણાલ લાલાણીએ કહ્યું હતું કે ‘તમામ ટૅક્સી-ઑપરેટરોએ એક કૉલ-સેન્ટર ઊભું કરવું જોઈએ અને તમામ ટૅક્સીમાં ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ટ્રૅકિંગ હોવું જોઈએ. ડૅશર્બોડ પર ડ્રાઇવરની સઘળી માહિતી પૅસેન્જરને દેખાય એ રીતે હોવી જોઈએ. જોકે ઉબર અને ઓલા જેવી કંપનીઓએ સ્ટેટ ટ્રાન્સર્પોટ ઑથોરિટી પાસેથી કોઈ પણ પ્રકારના લાઇસન્સ વગર જ સર્વિસ સ્ટાર્ટ કરી દીધી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK