Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > છ વર્ષની બાળકીને ઝાડીઓમાં લઈ જતો વડાલાનો સિરિયલ રેપિસ્ટ પકડાયો

છ વર્ષની બાળકીને ઝાડીઓમાં લઈ જતો વડાલાનો સિરિયલ રેપિસ્ટ પકડાયો

05 December, 2014 04:25 AM IST |

છ વર્ષની બાળકીને ઝાડીઓમાં લઈ જતો વડાલાનો સિરિયલ રેપિસ્ટ પકડાયો

છ વર્ષની બાળકીને ઝાડીઓમાં લઈ જતો વડાલાનો સિરિયલ રેપિસ્ટ પકડાયો



વડાલામાં નવ વર્ષની છોકરી પર બળાત્કાર થયાને પાંચ અઠવાડિયાં થયાં છે ત્યાં આ છોકરી પર અત્યાચાર ગુજારનારો નરાધમ નજીકના જ વિસ્તારમાં અન્ય એક સગીર વયની છોકરી પર બળાત્કાર કરવા જઈ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીએ વડાલામાં તેણે આચરેલા ગુનાની કબૂલાત કરી હતી. આ કિસ્સો વડાલા ટ્રક-ટર્મિનલ પોલીસ-સ્ટેશનની હદમાં બન્યો હતો.

૨૯ નવેમ્બરે શાંતિનગર વિસ્તારના કેટલાક સ્થાનિક લોકોએ ૧૯ વર્ષના આરોપી શફીક અબ્દુલ રશીક અહમદ શાહને છ વર્ષની એક બાળકીને કસ્ટમ્સ ગ્રાઉન્ડ પાસે ઝાડીમાં લઈ જતાં જોયો હતો ત્યારે તેને પકડી લઈ પોલીસને હવાલે કયોર્ હતો. શફીકે કબૂલ કર્યું હતું કે તેણે ચૉકલેટની લાલચ આપીને બાળકીને ભરમાવી હતી. તેણે આ જ રીતે ઑક્ટોબર મહિનામાં વડાલામાં નવ વર્ષની બાળકીને પણ ભરમાવી હતી.

વડાલા ટ્રક-ટર્મિનલ પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આરોપી  વિસ્તારની સગીર છોકરીઓને તેનો શિકાર બનાવતો હતો અને તે એવી છોકરીઓને શોધતો હતો જેમણે તેને પહેલાં ક્યારેય જોયો ન હોય અને જેમને તેને ઓળખી કાઢવામાં મુશ્કેલી નડે.’અધિકારીએ જણાવ્યું હતું કે નવ વર્ષની બાળકીએ કરેલા વર્ણનને આધારે બનેલા સ્કેચની મદદથી આરોપીને શોધવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા, કારણ કે સ્કેચ બરાબર નહોતો. પોલીસે વિસ્તારમાં બધાને સ્કેચ બતાડ્યો  હતો, પરંતુ કોઈએ આરોપીને ઓળખ્યો નહોતો.



Whatsapp-channel Whatsapp-channel

05 December, 2014 04:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK