મારિયાએ મલાડના બાર પર દરોડો પાડવા દક્ષિણ મુંબઈની પોલીસની મદદ લીધી

Published: 28th November, 2014 05:04 IST

બારના માલિકો અને સ્થાનિક પોલીસ વચ્ચેના સારા સંબંધોને આંચ આવે એવા પગલામાં પોલીસ-કમિશનર રાકેશ મારિયાએ દક્ષિણ મુંબઈની પોલીસની ટીમને મલાડમાં એક બાર પર દરોડો પાડવા આદેશ આપ્યો હતો.મારિયાને માહિતી મળી હતી કે બારમાં અઘટિત વર્તન થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલાં દક્ષિણ મુંબઈના DCP સંદીપ કર્ણિકના નેતૃત્વ હેઠળ પાડવામાં આવેલા દરોડામાં ૧૦ બાર-બાળાઓ, એક વેઇટર અને બાર-મૅનેજરની ધરપકડ કરવામાં આવી હતી.

મારિયાએ મલાડ પોલીસ અને સમાજસેવા શાખા બન્નેની ઉપરવટ જઈ પોતાના ઑફિસરોને કડક સંદેશો આપ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મારિયાને પોતાને બાતમી મળી હતી કે મલાડ-વેસ્ટનો લ્ધ્ બાર મોડી રાત સુધી ખુલ્લો રહે છે અને બારમાં અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે. DCP કર્ણિકે ઝોન બેમાંથી બે ઇન્સ્પેક્ટર અને કૉન્સ્ટેબલોની મદદ લઈ રાત્રે ૧૧.૩૦ વાગ્યે આ દરોડો પાડ્યો હતો. ભારતીય દંડસંહિતાની કલમ ૨૯૪ હેઠળ કેસ નોંધી વધુ તપાસ માટે મલાડ પોલીસ-સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. મારિયાના આ પગલાથી પોલીસની સમાજસેવા શાખા અને મલાડ પોલીસના કામકાજ પર ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ભૂતકાળમાં પોતાની ફરજ અવગણતા પોલીસ-અધિકારીઓ સામે મારિયાએ કડક પગલાં લીધાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK