ટ્રેનો માટેની મોબાઇલ ઍપ મહિલાઓ માટે ઇમર્જન્સી બટન બનશે

Published: 7th November, 2014 05:27 IST

મુંબઈની લોકલ ટ્રેનના પ્રવાસીઓમાં ગાડીઓના સમય જાણવા માટે લોકપ્રિય બનેલી મોબાઇલ ઍપ્લિકેશન એમ. ઇન્ડિકેટરમાં વધુ એક ઉપયોગિતા સામેલ કરવામાં આવતાં આ ઍપ્લિકેશન મહિલા પ્રવાસીઓ માટે મુશ્કેલીના સમયમાં ઇમર્જન્સી બટન સાબિત થશે.


રેલવે તંત્રે રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને મોબાઇલ ઍપ્લિકેશનના ડેવલપર્સ સાથે મળીને પહેલી વખત આવું વિશિષ્ટ પ્રકારનું સલામતીનું પગલું લીધું છે. એક અઠવાડિયામાં આ સેવા વેસ્ટર્ન રેલવે શરૂ કરશે. એના દ્વારા મુશ્કેલીમાં મુકાયેલી મહિલા આ ઍપ્લિકેશનનું બટન દબાવે એ સાથે જ તેના ડબ્બાની પોઝિશન RPFના કન્ટ્રોલ રૂમમાં જવાનની સામેના સ્ક્રીન પર ઝળકશે અને એ નોંધીને પોલીસ-જવાનો તરત જ ઘટનાસ્થળે પહોંચશે. આ સિસ્ટમ ઑનલાઇન અને ઑફલાઇન એમ બન્ને પદ્ધતિએ ચાલશે એમ એક રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK