Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આજે સેન્ટ્રલ અને હાર્બરમાં મેગા બ્લૉક તો વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

આજે સેન્ટ્રલ અને હાર્બરમાં મેગા બ્લૉક તો વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

12 October, 2014 04:50 AM IST |

આજે સેન્ટ્રલ અને હાર્બરમાં મેગા બ્લૉક તો વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક

આજે સેન્ટ્રલ અને હાર્બરમાં મેગા બ્લૉક તો વેસ્ટર્નમાં જમ્બો બ્લૉક



Railway



બ્લૉક દરમ્યાન અપ સ્લો લાઇનની ટ્રેનો સાંતાક્રુઝ અને મહાલક્ષ્મી વચ્ચે ફાસ્ટ લાઇન પર દોડશે જે માટુંગા રોડ, એલ્ફિન્સ્ટન રોડ, લોઅર પરેલ અને મહાલક્ષ્મી સ્ટેશનો પર પ્લૅટફૉર્મ ન હોવાને કારણે હૉલ્ટ નહીં કરે. ૧૨ ડબ્બાની ટ્રેનો ખાર રોડ અને માહિમ જંક્શન પર બે વાર હૉલ્ટ કરશે.

સેન્ટ્રલ લાઇનમાં થાણે અને કલ્યાણ વચ્ચે ડાઉન સ્લો લાઇન પર સવારે ૧૧થી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી મેગા બ્લૉક રહેશે. બ્લૉક દરમ્યાન મુલુંડથી સવારે ૧૦.૩૯થી બપોરે ૩.૨૨ સુધી ઊપડતી તમામ ટ્રેનો ડાઉન સ્લો અને સેમી ફાસ્ટ ટ્રેનો મુલુંડ અને કલ્યાણ વચ્ચે ડાઉન ફાસ્ટ ટ્રૅક પર વાળવામાં આવશે. કળવા, મુબ્રા, દિવા, કોપર, અને ઠાકુર્લી સ્ટેશનો પર ડાઉન સ્લો ટ્રેનો ઊભી નહીં રહે.

ઘ્લ્વ્થી ૧૦.૦૮થી ૨.૪૦ સુધી ઊપડતી બધી ડાઉન ફાસ્ટ લાઇનની ટ્રેનો નિયમિત સ્ટેશનો ઉપરાંત ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ અને મુલુંડ સ્ટેશનો પર ઊભી રહેશે. થાણેથી ૧૦.૫૦થી ૩.૩૬ સુધી ઊપડતી બધી ફાસ્ટ લાઇનની ટ્રેનો નિયમિત સ્ટેશનો ઉપરાંત મુલુંડ, ભાંડુપ, વિક્રોલી, ઘાટકોપર અને કુર્લા સ્ટેશને ઊભી રહેશે.

કુર્લા-માનખુર્દ અપ અને ડાઉન હાર્બર લાઇન પર આજે સવારે ૧૧થી ૩ સુધી મેગા બ્લૉક રહેશે. આ બ્લૉક દરમ્યાન ઘ્લ્વ્થી ૧૦.૨૦થી ૩.૦૪ સુધી પનવેલ/બેલાપુર/વાશી તરફ જતી અને સવારે ૧૦.૨૦થી બપોરે ૩.૦૪ સુધી પનવેલ/બેલાપુર/વાશીથી CST જતી બધી ડાઉન હાર્બર લાઇન ટ્રેનો સંપૂર્ણપણે બંધ રહેશે.

 બ્લૉક દરમ્યાન CST-માનખુર્દ અને થાણે-પનવેલ ટ્રાન્સહાર્બર લાઇન પર સ્પેશ્યલ ટ્રેનો દોડાવવામાં આવશે. રેલવેએ હાર્બર લાઇનના પ્રવાસીઓને સવારે ૧૦થી સાંજે ૪ સુધી ટ્રાન્સહાર્બરમાં પ્રવાસ કરવાની પરવાનગી આપી છે.




Whatsapp-channel Whatsapp-channel

12 October, 2014 04:50 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK