બીજેપીના એમએલએ આશિષ શેલારે યોજેલા લાઇટ શોને લીધે ટ્રાફિક જૅમ

Published: Dec 31, 2019, 07:59 IST | Diwakar Sharma | Mumbai

બીજેપીના એમએલએ આશિષ શેલાર દ્વારા બાંદરા-વરલી સી-લિન્ક પર થયેલા લાઇટ શોના આયોજનને લીધે ત્યાંથી પસાર થતા વાહનચાલકો છેલ્લા ઘણા દિવસોથી ભારે ટ્રાફિક જૅમનો સામનો કરી રહ્યા છે.

સાંજે લાઇટ શોને લીધે બાંદરા રેક્લેમેશન પર ટ્રાફિક જૅમ થાય છે. તસવીર : શાદાબ ખાન.
સાંજે લાઇટ શોને લીધે બાંદરા રેક્લેમેશન પર ટ્રાફિક જૅમ થાય છે. તસવીર : શાદાબ ખાન.

બીજેપીના એમએલએ આશિષ શેલાર દ્વારા બાંદરા-વરલી સી-લિન્ક પર થયેલા લાઇટ શોના આયોજનને લીધે ત્યાંથી પસાર થતા વાહનચાલકો છેલ્લા ઘણા દિવસોથી ભારે ટ્રાફિક જૅમનો સામનો કરી રહ્યા છે. સી-લિન્ક પર અત્યારે ભારે ટ્રાફિક જૅમ થવાનું કારણ ૨૨ ડિસેમ્બરથી પાંચમી જાન્યુઆરી સુધી ચાલતા લાઇટ શો અને વિન્ટર ફેસ્ટિવલ છે.

૧૧ વર્ષ પહેલાં મુંબઈમાં લાઇટ શો ફેસ્ટિવલનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું.

આશિષ શેલારે જણાવ્યું હતું કે પોલીસ વિભાગ દ્વારા અગાઉથી આ મુદ્દે જાણ કરવામાં આવી હતી. વાહનચાલકો દ્વારા ફરિયાદ કરવામાં આવ્યાના ત્રણ દિવસ બાદ ઍક્શન લેવાઈ છે. અમે એમએસઆરડીસીના અધિકારીઓને ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે મદદ માગી છે.

આ પણ વાંચો : પાર્ટી બદલનાર અજીત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ના શપથ લીધા

મુંબઈના ટ્રાફિક પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે સત્તાધીશો દ્વારા વાહનચાલકો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા રાખવી જોઈએ. વાહનચાલકો વરલીથી બાંદરા તરફ જતા હોય છે અને ભારે ટ્રાફિકને કારણે રોડ પર ગોકળગાયની ગતિથી વાહનો ચાલે છે અને ટ્રાફિક જૅમ થાય છે. 

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK