Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ન્યુઝપેપરના વેન્ડર્સે માગણી કરી, અમને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા દો

ન્યુઝપેપરના વેન્ડર્સે માગણી કરી, અમને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા દો

07 October, 2020 10:56 AM IST | Mumbai
Rajendra B Aklekar

ન્યુઝપેપરના વેન્ડર્સે માગણી કરી, અમને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા દો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન શરૂ કરવા માટે રાજ્યનાં અનેક અસોસિએશન્સે વિનંતી કર્યા બાદ હવે ન્યુઝપેપર્સ વેન્ડર્સે મહારાષ્ટ્ર સરકારને ન્યુઝપેપરની ડિલિવરી કરવા માટે રજૂઆત કરી છે. મહારાષ્ટ્ર સરકારે અખબારોને અસેન્શિયલ સર્વિસમાં વણી લીધાં હોવાથી આ અરજી કરવામાં આવી છે. બૃહદ મુંબઈ ન્યુઝ પેપર વેન્ડર્સ અસોસિયેશના ટ્રસ્ટી જીવન ભોંસલે અને ન્યુઝ પેપર વેન્ડર શશાંક રિંગે, રાજેન્દ્ર ચૌહાણ અને અમોલ ખામકરે તાજેતરમાં મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરને મળીને અરજીપત્ર આપ્યો હતો.

અસોસિએશનના ઑફિસ બેરરે જણાવ્યું કે ઘણાખરા ન્યુઝ પેપર વેન્ડર નાલાસોપારા, વિરાર અને કલ્યાણથી પણ આગળ રહે છે. રોડ દ્વારા આ પ્રવાસ કરવો પ્રેક્ટિકલી ‌અઘરો છે માટે અમે સરકારને અરજી કરીએ છીએ કે ટ્રેન દ્વારા પ્રવાસ કરવાની અમને અનુમતિ આપે. પ્રેસમાંથી સમાચાર પત્રો લઈને વેન્ડરને સમયસર સવારે પહોંચાડવા ઘણું અગત્યનું હોય છે. ટ્રેન જેવો ઝડપી અને સસ્તો પ્રવાસનો માર્ગ બીજો કોઈ નથી. અમારું આ કામકાજ એસેન્શિયલ સર્વિસમાં આવતું હોવાથી અમને લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની અનુમતિ આપવામાં આવે.



આ સંદર્ભે સેન્ટ્રલ રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર શિવાજી સુથારનું કહેવું છે કે એસેન્શિયલ અને અન્ય કેટેગરીના સ્ટાફને સ્પેશ્યલ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાની અનુમતિ રાજ્ય સરકાર આપે છે માટે અમે તેમને વિનંતી કરીએ છીએ કે તેઓ રાજ્ય સરકારનો સંપર્ક કરે.


વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન ઑફિસર સુમિત ઠાકુરે પણ આ જ પ્રકારનો જવાબ અસોસિયેશનને આપ્યો હતો. સરકાર આ બાબતે જરૂર કોઈ પગલાં લેશે એવું જણાવી મુંબઈના મેયરે આશ્વાસન આપ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2020 10:56 AM IST | Mumbai | Rajendra B Aklekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK