મુંબઈ : આરેમાં ધોળા દિવસે દીપડાનું બચ્ચું દેખાતા ફફડાટ

Published: 22nd October, 2020 12:29 IST | Ranjeet Jadhav | Mumbai

બચ્ચું તબેલામાં પ્રવેશ્યા બાદ સતર્ક વર્કર્સ સલામત સ્થળે દોરી ગયા

ભેંસ પાસે આવી પહોંચેલા દીપડાના બચ્ચાનો વિડિયો ગ્રેબ.
ભેંસ પાસે આવી પહોંચેલા દીપડાના બચ્ચાનો વિડિયો ગ્રેબ.

ભૂલું પડેલું કે પછી રખડતા કૂતરાઓએ પીછો કરતાં આવી ચઢેલું દીપડાનું બચ્ચું મંગળવારે વહેલી સવારે આરેસ્થિત એક તબેલામાં પ્રવેશ્યું હતું. ધોળા દિવસે દીપડાએ દેખા દીધી હોવાનો કદાચ પ્રથમ બનાવ કહી શકાય. જોકે સતર્ક વર્કર્સ બચ્ચાને દૂર દોરી ગયા હતા, જ્યાંથી તે ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગયું હતું.

મંગળવારે સવારે આશરે ૭-૭.૩૦ વાગ્યે આરેના ફરહાન પટેલ યુનિટ નંબર-૧૩ના તબેલામાં વર્કર્સ પશુઓને દોહી રહ્યા હતા ત્યારે ત્યાં દીપડાના બચ્ચાને ફરતું જોઈને સૌના જીવ તાળવે બંધાયા હતા. વર્કર્સ તરત જ એ જગ્યા છોડીને એક બાજુએ જઈને એકઠા થયા હતા. તરત જ તેઓને સમજાઈ ગયું હતું કે બચ્ચું ડરેલું હતું અને તેણે ભેંસો પાસે આશ્રય લીધો હતો. વર્કર્સે તબેલાના માલિકને જાણ કરી હતી. માલિકે પ્રાણીને પરેશાન ન કરવા અને એને વન્ય વિસ્તાર તરફ દોરી જવાનું જણાવ્યું હતું.

પટેલે ‘મિડ-ડે’ને જણાવ્યા પ્રમાણે ‘આરે કૉલોની વન્ય વિસ્તાર છે અને આથી અહીં દીપડા દેખા દે, એ અમારા માટે સામાન્ય બાબત છે. મારા તબેલામાં કામ કરનારા લોકોને તબેલાની અંદર દીપડો જોઈને આશ્ચર્ય થયું હશે, પણ એ ભૂલું પડવાથી કે અન્ય પ્રાણીઓએ પીછો કરતાં અહીં આવી ચઢ્યું હોવું જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK