Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દિવાળી નિમિત્તે કચ્છ એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન

દિવાળી નિમિત્તે કચ્છ એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન

05 November, 2020 08:57 AM IST | Mumbai
Mumbai Correspondent

દિવાળી નિમિત્તે કચ્છ એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળી તથા કાર્તિક પૂર્ણિમાને અનુલક્ષીને શ્રી કચ્છ પ્રવાસી સંઘ દ્વારા રેલવેને વધારાની ટ્રેન માટે માગણી કરાઈ હતી. માટુંગાનાં નગરસેવિકા નેહલ શાહે આ બાબતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને રેલવેપ્રધાન પીયૂષ ગોયલનો સંપર્ક કરી રજૂઆત કરી હતી.

રેલવેએ તેમની એ માગણી વાજબી ગણી કચ્છ એક્સપ્રેસ ટ્રેન નંબર ૦૯૪૫૫/૦૯૪૫૬ને સ્પેશ્યલ ટ્રેન જાહેર કરી છે.



કચ્છ એક્સપ્રેસ નવા નંબર સાથેની 09456 ટ્રેન ૮ નવેમ્બરે ભુજથી રાતના ૮.૧૫ વાગ્યે ઊપડશે, જે બીજા દિવસે ૯ નવેમ્બરે ૧૧.૨૫ વાગ્યે બાંદરા પહોંચશે. જ્યારે ૦૯૪૫૫ બાંદરા ટર્મિનસથી ૧૭.૪૫ વાગ્યે ઊપડશે અને બીજા દિવસે સવારે ૮.૪૫ વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેનમાં ૨૩ કોચ હશે. બુકિંગ સંદર્ભે તપાસ કરી લેવી.


Whatsapp-channel Whatsapp-channel

05 November, 2020 08:57 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK