Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : હૅક અકાઉન્ટથી કંગના રનોટને બળાત્કારની ધમકી અપાઈ

મુંબઈ : હૅક અકાઉન્ટથી કંગના રનોટને બળાત્કારની ધમકી અપાઈ

21 October, 2020 11:14 AM IST | Mumbai
Mumbai Correspondent

મુંબઈ : હૅક અકાઉન્ટથી કંગના રનોટને બળાત્કારની ધમકી અપાઈ

કંગના રનોટ

કંગના રનોટ


મુંબઈમાં શિવસેના સામે પંગો લેનારી બૉલીવુડ અભિનેત્રી કંગના રનોટને બળાત્કારની ધમકી અપાઈ હોવાનું જાણવા મળ્યું હતું. સોશ્યલ મીડિયામાં એક ટ્‌વિટર અકાઉન્ટમાં આ ધમકી અપાઈ હોવાનું ધ્યાનમાં આવતાં તપાસમાં ઓડિશાના એક વકીલના ટ્‌વિટર અકાઉન્ટને હૅક કરીને કોઈકે આમ કર્યું છે. આથી વકીલે કંગનાની માફી માગવાની સાથે હૅકર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું હતું.

નવરાત્રિની શરૂઆત થવાની સાથે કંગના રનોટે તેના કેટલાક ફોટો સોશ્યલ મીડિયામાં શૅર કરીને બધાને નવરાત્રિની શુભેચ્છા પાઠવી હતી. કંગનાની આ પોસ્ટ પર ઓડિશાના મેહંદી રઝા નામના વકીલના ટ્‌વિટર અકાઉન્ટ પરથી કંગના પર બળાત્કાર કરવાની ધમકી અપાઈ હતી.



સોશ્યલ મીડિયામાં આ બાબતે મેહંદી રઝાની ખૂબ ટીકા કરીને તેને આકરી ભાષામાં વખોડી નખાયો હતો. આ મામલો આગળ વધતો જોઈને વકીલ રઝાએ કંગનાની માફી માગતી પોસ્ટ લખીને કહ્યું હતું કે પોતે આવી કોઈ ધમકી નથી આપી. કોઈકે તેનું અકાઉન્ટ હૅક કરીને આ કૃત્ય કર્યું છે. આ મામલે પોતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનો દાવો પણ વકીલે પોસ્ટમાં કર્યો હતો.


સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં ડ્રગ્સનો ઍન્ગલ સામે આવ્યા બાદ કંગનાએ બૉલીવુડમાં મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનું સેવન થતું હોવાનું નિવેદન પોસ્ટ કર્યાં બાદ કંગના અને શિવસેનાના નેતા સંજય રાઉત સામસામે આવી ગયાં હતાં. કંગનાને મુંબઈમાં પગ ન મૂકવા દેવાની ધમકી અપાઈ હોવા છતાં તે મુંબઈ આવી હતી ત્યારે તેની ઑફિસમાં ગેરકાયદે બાંધકામ કરાયું હોવાનો આરોપ મૂકીને એ તોડી પડાતાં કંગના રાતોરાત બધાની નજરમાં આવી ગઈ હતી.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 11:14 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK