Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીમા રીડેવલપ કરાયેલી ચાલીના નિવાસી ઇન્દિરા ઘિયાનો બિલ્ડર સામે જંગ

કાંદિવલીમા રીડેવલપ કરાયેલી ચાલીના નિવાસી ઇન્દિરા ઘિયાનો બિલ્ડર સામે જંગ

15 February, 2020 07:49 AM IST | Mumbai
Sanjeev Shivadekar

કાંદિવલીમા રીડેવલપ કરાયેલી ચાલીના નિવાસી ઇન્દિરા ઘિયાનો બિલ્ડર સામે જંગ

ઇન્દિરા ઘિયા અને ભાઈ કમલેશ ધ્રુવ (તસવીરો: નિમેશ દવે, પ્રદીપ ધિવાર)

ઇન્દિરા ઘિયા અને ભાઈ કમલેશ ધ્રુવ (તસવીરો: નિમેશ દવે, પ્રદીપ ધિવાર)


કાંદિવલી (વેસ્ટ)ની શંકર લેનની અમન સોસાયટીમાં બે ફ્લૅટના કબજા માટે ૭૨ વર્ષનાં ઇન્દિરા ઘિયા ડેવલપર સાથે કાનૂની સંઘર્ષમાં ઊતર્યાં છે. ઘિયા પરિવારના એક સભ્યે જણાવ્યું હતું કે ‘ઍગ્રીમેન્ટ મુજબ ડેવલપો ૫૨૩.૮૮ ચોરસ ફુટના બે ફ્લૅટ (ફ્લાવર બેડ અને ડ્રાય બાલ્કની સિવાય) આપવાની બાંયધરી આપી હતી, પરંતુ અગાઉની ચાલીની જગ્યાએ ૯ માળનું મકાન બંધાઈ ગયા પછી બિલ્ડરે ઇન્દિરાબહેનને પત્ર લખીને ફ્લૅટદીઠ સાડાચાર લાખ રૂપિયા ચૂકવવાનું કહ્યું હતું, કારણ કે કાર્પેટ એરિયામાં ૨૨.૫૦ સ્ક્વેર ફુટનો વધારો થયો છે.

બિલ્ડર (કન્ડુર કૉર્પોરેશન) અને સોસાયટીના સભ્યો વચ્ચે ઍગ્રીમેન્ટની જોગવાઈઓ અનુસાર નક્કી કરેલા ક્ષેત્રફળ કરતાં વધારે ક્ષેત્રફળનો ફ્લૅટ આપવાનો હોવાથી વધુ રકમ માગવામાં આવી હોવાનું પત્રમાં જણાવાયું હતું.

કન્ડુર કૉર્પોરેશનના ૨૦૧૯ના એપ્રિલ મહિનાના પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ‘અમે ૫૨૩.૮૮ ચોરસ ફુટ કાર્પેટ એરિયાનો ફ્લૅટ આપવા બંધાયેલા છીએ, પરંતુ તમને (ઇન્દિરા ઘિયાને) ફાળવવામાં આવેલા ફ્લૅટનું ક્ષેત્રફળ ૨૨.૫૦ ચોરસ ફુટ વધારે છે એથી આ બિલ્ડિંગના ફ્લૅટ્સની ખરીદકિંમત અનુસાર ચોરસ ફુટદીઠ ૨૦,૦૦૦ રૂપિયાના દર પ્રમાણે પઝેશન લેવા માટે દરેક ફ્લૅટ માટે સાડાચાર લાખ રૂપિયા વધારે ચૂકવવાના રહેશે.’

જોકે ફરિયાદી ઇન્દિરા ઘિયા અને તેમના ભાઈ કમલેશ ધ્રુવે ડેવલપરે પત્રમાં કરેલી માગણી માન્ય રાખી નહોતી. એ પત્ર મળ્યા બાદ ઘિયા પરિવારે ડેવલપર સામે પોલીસ-સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. એ ફરિયાદના અનુસંધાનમાં પોલીસ તરફથી અસહકાર અને એક વર્ષ સુધી સમસ્યાનો ઉકેલ નહીં આવતાં ફરિયાદ મુખ્ય પ્રધાનની ઑફિસમાં પહોંચી છે.

૨૦૧૭ના ઑક્ટોબર મહિનામાં ઇન્દિરા ઘિયાને પૅરૅલિસિસનો હુમલો થયો હોવાથી તેમનું હલનચલન મર્યાદિત છે એથી ઇન્દિરાબહેને કેસ લડવાનો પાવર ઑફ ઍટર્ની તેમના નાના ભાઈ કમલેશ ધ્રુવને આપ્યો છે
.
ફરિયાદી પરિવારે ડેવલપર પર ફ્લૅટ્સની અગાઉની ફાળવણીમાં ફેરફાર કરવાનો આરોપ મૂક્યો હતો. ઇન્દિરાબહેનના ભાઈ કમલેશ ધ્રુવે જણાવ્યું હતું કે ‘રજિસ્ટર્ડ ઍગ્રીમેન્ટમાં અમને ફ્લૅટ નંબર ૫૦૪ અને ૬૦૪ ફાળવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે ડેવલપર ફ્લૅટ નંબર એ-૩૦૪ અને ૪૦૪ની ઑફર કરે છે. ફ્લૅટ્સની ફેરબદલ કરવા ઉપરાંત ડેવલપરે નવી ઑફરમાં વિન્ગ પણ બદલી છે. કાર્પેટ એરિયામાં પણ છેતરપિંડી કરી છે.

aman-society



કાંદિવલીની અમન સોસાયટી


ઍગ્રીમેન્ટ .....

૨૦૦૬માં સોસાયટી અને ડેવલપર કન્ડુર કૉર્પોરેશન વચ્ચે ઍગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. એ ઍગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન ૨૦૦૮માં કરવામાં આવ્યું હતું. બે વર્ષ પછી ૨૦૧૦માં રીડેવલપમેન્ટ શરૂ થતાં ઇન્દિરાબહેન કાંદિવલીની જગ્યા ખાલી કરીને ઘાટકોપર રહેવા ગયાં હતાં. એ ઍગ્રીમેન્ટના અનુસંધાનમાં બિલ્ડરે ૨૦૧૯માં પઝેશન માટે ફ્લૅટ તૈયાર રાખ્યા હતા.


બિલ્ડર શું કહે છે?

રીડેવલપમેન્ટ કરનાર કન્ડુર કૉર્પોરેશનના ભાગીદાર સિદ્દીક હાફિઝીએ ઇન્દિરાબહેન અને કમલેશભાઈના આરોપને નકારી કાઢતાં જણાવ્યું હતું કે ‘ઓરિજિનલ ડૉક્યુમેન્ટ માલિકોની રિક્વેસ્ટને આધારે રદબાતલ કરવામાં આવ્યો હતો. મારા પર મૂકવામાં આવેલા આરોપો આધારહીન અને બદઇરાદાભર્યા છે. મારી સામે અને કંપની સામે મૂકવામાં આવેલા આરોપો વજૂદ વિનાના હોવાનું પુરવાર કરતા બધા દસ્તાવેજ મારી પાસે છે. ઇન્દિરાબહેને અમારી વિરુદ્ધ ફરિયાદ શા માટે કરી એનાં કારણો મને સમજાતાં નથી. એ કારણો કદાચ એ લોકો જ જાણે.’

આ પણ વાંચો : મુંબઈ: મંજૂરી મળ્યા છતાં ઍક્ટર સોનુ સૂદને ત્યાં પડ્યો હથોડો

બીએમસીના બિલ્ડિંગ પ્લાનમાં સ્થાનિક રહેવાસીઓને ફાળવવામાં આવેલા ફ્લૅટ્સની સાઇઝ ૫૧૭ ચોરસ ફુટ દર્શાવવામાં આવી છે, પરંતુ બંધાયેલા ફ્લૅટ ૫૪૬.૩૮ ચોરસ ફુટના હોવાનો દાવો બિલ્ડર કરે છે. મહાનગરપલિકાનો દસ્તાવેજ ડેવલપરનો દાવો પોકળ સાબિત કરે છે એથી ફ્લૅટનો કબજો મેળવવા માટે બિલ્ડરને પેમેન્ટ કરવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો.
- ઇન્દિરાબહેન ઘિયા

મારી સામેના આરોપોમાં કોઈ સચ્ચાઈ નથી એવું બીએમસીમાંથી સત્તાવાર રીતે મેળવાયેલા દસ્તાવેજ પુરવાર કરે છે.
- સિદ્દીક હાફિઝી, ચાલી રીડેવલપ કરનાર કંપનીના ભાગીદાર

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2020 07:49 AM IST | Mumbai | Sanjeev Shivadekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK