Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : પહેલા દિવસે ટિકિટ લેવા મહિલાઓની લાંબી લાઇન લાગી

મુંબઈ : પહેલા દિવસે ટિકિટ લેવા મહિલાઓની લાંબી લાઇન લાગી

22 October, 2020 12:29 PM IST | Mumbai
Mumbai Correspondent

મુંબઈ : પહેલા દિવસે ટિકિટ લેવા મહિલાઓની લાંબી લાઇન લાગી

ડોમ્બિવલી રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા માટે મહિલા પ્રવાસીઓની લાંબી લાઇન લાગી હતી.

ડોમ્બિવલી રેલવે સ્ટેશન પર ટિકિટ લેવા માટે મહિલા પ્રવાસીઓની લાંબી લાઇન લાગી હતી.


મહારાષ્ટ્ર સરકાર અને રેલવેના સમન્વયથી ગઈ કાલથી મુંબઈની તમામ મહિલાઓને નૉન-પીક અવર્સમાં ટ્રેનમાં પ્રવાસ કરવાની પરવાનગી અપાઈ હતી. જોકે પહેલાં જ દિવસે અનેક સ્ટેશનો પર પાસ-ટિકિટ લેવા લાંબી લાઇનો લાગેલી જોવા મળી હતી અને જાણે કોરોના જતો રહ્યો હોય એવી રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગને કોરાણે મૂકી દેવાયું હતું. મુંબઈની લાઇફ લાઇનનો મુખ્યત્વે વર્કિંગ લોકો દ્વારા ઉપયોગ થતો હોવાથી પીક અવર્સમાં પ્રવાસની અનુમતિ ન મળતાં મહિલા પ્રવાસીઓમાં અસંતોષની લાગણી જોવા મળી છે તેમ જ ડોમ્બિવલી રેલવે સ્ટેશન તો ટિકિટ-પાસ લેવા માટે મહિલા પ્રવાસીઓની લાંબી લાઇન થતાં ભીડ પર નિયંત્રણ મેળવવા માટે રેલવે પોલીસના જવાનોને તહેનાત કરવામાં આવ્યા હતા. ફસ્ટ ડે ફસ્ટ શો પરથી આગામી દિવસોમાં સર્વસામાન્ય માટે રાજ્ય સરકાર કેવી ઉપાયયોજના બાદ લોકલ શરૂ કરશે એ જોવાનું રહેશે.

mahila-train



લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાની મંજૂરી મળ્યા બાદ ગઈ કાલે રેલવે સ્ટેશનોમાં મહિલાઓની ચહલપહલ જોવા મળી હતી. તસવીર : સમીર સૈયદ અબેદી.


સ્ટેશનો પર લાંબી લાઇનો...

સતત સાત મહિનાથી લોકલ ટ્રેન સામાન્ય મહિલા પ્રવાસીઓ માટે બંધ હોવાથી તેમની પાસની ડેટ જતી રહી હતી. એથી ગઈ કાલે મોટા ભાગની મહિલા પ્રવાસીઓ ટિકિટ વિન્ડો પર જોવા મળી હતી. લગભગ દરેક સ્ટેશને પાસ-ટિકિટ લેવા માટે મહિલાઓની લાંબી લાઇન જોવા મળી રહી હતી. જોકે અહીં સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું ચોક્કસ પાલન થયું નહોતું.


પીક અવર્સમાં ટ્રેન ન હોવાથી મુશ્કેલી

કાંદિવલીની ઈરાનીવાડીમાં રહેતાં અને મરીન લાઇન્સ કામ પર જતાં અમી ત્રિવેદીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મોટા ભાગની ઑફિસ વહેલી સવારથી જ શરૂ થઈ જતી હોય છે, પરંતુ રેલવેએ શરૂ કરેલી સર્વિસ ૧૧ વાગ્યા પછી હોવાથી કામે જતી મહિલાઓને ઑફિસે સમય પર પહોંચવું શક્ય બની શકે એમ નથી. સાંજે પણ ઑફિસ પાંચથી છ વાગ્યે છૂટી જતી હોય છે તો રિટર્નમાં આવવું કંઈ રીતે?’

મહિલા પ્રવાસીઓનો ઘસારો વધશે

રેલવે પ્રવાસી અમી ત્રિવેદીએ કહ્યું કે ‘ગઈ કાલે મહિલાઓ ટ્રેન શરૂ થશે જ એવી ખાતરી કરવા માટે આવી નહોતી, પરંતુ આગામી દિવસોમાં મહિલા પ્રવાસીઓનો પણ ઘસારો ખૂબ જોવા મળવાનો છે એ પાક્કું જ છે.’

હાઉસ વાઇફ માટે ટ્રેનો ચાલુ કરી?

વિરાર-વેસ્ટમાં તિરુપતિ નગરમાં રહેતાં જાગૃતિ મહેતાએ જણાવ્યું કે ‘વર્કિંગ વુમન માટે તો ખરા અર્થે કોઈ મતલબ નથી. ઉદાહરણ તરીકે મારું કામકાજ મરીન લાઇન્સમાં છે. હું વિરારથી ટ્રેન પકડું તો છેક બપોરે એકથી દોઢ વાગ્યા સુધી હું ત્યાં પહોંચી શકીશ. એટલા વાગ્યે કામ પર પહોંચીને કામ ક્યારે શરૂ કરવું? હાઉસ વાઇફને ફરવા જવા માટે રેલવેએ શરૂ કરેલો સમય યોગ્ય છે.’

વેસ્ટર્ન રેલવેએ ચાર લેડીઝ સ્પેશ્યલ’ લોકલ ટ્રેનનો વધારો કર્યો

તમામ મહિલા પ્રવાસીઓને લોકલમાં પ્રવાસ કરવાની પરવાનગી મળ્યા બાદ ગઈ કાલે વેસ્ટર્ન રેલવે દ્વારા ઉપનગરીય સેવા માટે ચાર મહિલા વિશેષ ટ્રેન વધારવાનું જાહેર કર્યું હતું. એથી ચાર નવી ટ્રેન સાથે વેસ્ટર્ન રેલવે દ્વારા હવે કુલ છ લેડીઝ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી રહી છે તેમ જ વેસ્ટર્ન રેલવેમાં કુલ ૭૦૪ અને સેન્ટ્રલ રેલવેમાં ચાર લેડીઝ સ્પેશ્યલ ટ્રેન સહિત ૭૦૬ સ્પેશ્યલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 12:29 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK