વિલે પાર્લા-વેસ્ટમાં આવેલી દ્વારકાદાસ જે. સંઘવી કૉલેજ ઑફ એન્જિનિયરિંગ કૉલેજના બાવીસ વિદ્યાર્થીઓની ડીજેએસ અંતરિક્ષ ટીમ દ્વારા પોલૅન્ડની કિલ્સ યુનિવર્સિટીમાં તાજેતરમાં યોજાયેલી યુરોપિયન રોવર ચૅલેન્જ (ઈઆરસી) ૨૦૨૦માં ભાગ લીધો હતો. મહાન અવકાશ અને રોબોટિક્સ ઇવેન્ટમાં આ ટીમ વિશ્વવ્યાપી ત્રીજો સ્થાન મેળવાની સાથે શ્રેષ્ઠ વિજ્ઞાન આયોજન અવૉર્ડ મેળવ્યો છે. એ સાથે જ એશિયાની સૌપ્રથમ ટીમ બની જે ટૉપ-ફાઇવના લિસ્ટમાં સ્થાન મેળવીને ભારતનું ગર્વ વધાર્યું છે.
પોલૅન્ડમાં યોજાયેલી આ વર્ચ્યુઅલ કૉમ્પિટિશનમાં વિશ્વભરથી ૫૩ દેશોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી ૧૪ દેશોની ૨૬ ટીમો ફાઇનલ માટે ક્વૉલિફાઇડ થઈ હતી, એમ માહિતી આપતાં ભાઈંદર-વેસ્ટના ક્રૉસ ગાર્ડનમાં રહેતી અને કૉલેજના એન્જિનિયરિંગના સેકન્ડ યરમાં ભણતી પાશ્વી દોશીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ સ્પર્ધા માટે વિદ્યાર્થીઓથી લઈને કૉલેજના બધાએ જ ખૂબ મહેનત કરી અને ખૂબ ઉત્સાહિત હતા. આ સ્પર્ધામાં એન્જિનિયરિંગના બીજા, ત્રીજા યર સહિત બેચલર ઑફ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની ટીમ હતી. પહેલાં અમે બધા એકસાથે મળીને કામ કરતા, પરંતુ લૉકડાઉનને કારણે એક ચૅલેન્જ રીતે ઑનલાઇન અમારી પ્રૅક્ટિસ ચાલતી હતી. આમ તો રોવર અમને જ બનાવવાનું હતું, પરંતુ લૉકડાઉનના કારણે વર્ચ્યુઅલ સ્પર્ધા હોવાથી તેમણે રોવર આપ્યું અને અમે એકબીજાને મળ્યા વગર ઑનલાઇન એમાં સૉફ્ટવેર અને ફિચરના માધ્યમથી કામ કર્યું. રોવરને સંચાલિત કરીને અમને આપેલા ટાસ્ક પ્રમાણે એનો ઉપયોગ કરી દેખાડ્યો.’
સ્પર્ધા ખૂબ અઘરી હોય છે એમ કહેતાં પાશ્વી કહે છે કે ‘સ્પર્ધામાં માસ જેવું વાતાવરણ બનાવીને અમને રિસર્ચ કરવાનું કહે, જેમ કે અવકાશમાં કેટલું પાણી છે, હ્યુમિડિટી કેટલી છે, ટેમ્પરેચર જેવી માહિતી આપવાનું અમારું ટાસ્ક હતું. ૧૦ વિદ્યાર્થીઓ ટાસ્ક પુરું કરવામાં સામેલ હતા અને અન્ય યુટ્યુબ પર લાઇવ જોતા હતા. એશિયાના દેશોમાં પહેલી વખત ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે પહેલા સ્થાને જર્મન રહ્યું છે.’
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે ધર્મિષ્ઠા પટેલે
7th March, 2021 12:07 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
7th March, 2021 09:27 IST