પત્નીને કહ્યું કોરોના થયો, મરવા જાઉં છું,પછી GF સાથે ઇન્દોરમાંથી પકડાયો

Published: Sep 17, 2020, 16:28 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મુંબઇમાં રહેતા એક પતિ પત્ની સામે ખોટું બોલીને ગર્લફ્રેન્ડ સાથે ફરાર થઈ ગયો.

મનીષ મિશ્રા પરિવાર સાથે
મનીષ મિશ્રા પરિવાર સાથે

મુંબઇ (Mumbai)માંથી એક ખૂબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પતિ (Husband) પત્ની (Wife) સામે ખોટું બોલ્યો અને કહ્યું કે તે કોરોના (Coronavirus Positive) વાયરસ પૉઝિટીવ છે. તેમે કોવિડ (Covid Center) સેન્ટરમાં દાખલ થવા અને પરિવારને સક્રંમણથી બચાવવાનો બહાનો બનાવ્યો અને પોતાની ગર્લફ્રેન્ડ (Girlfriend) સાથ નાસી છૂટ્યો. હેરાન થયેલી પત્નીનો જ્યારે પતિ સાથે કોઇ સંપર્ક ન થઈ શક્યો તો તેણે પોલીસમાં પતિના લાપતા (missing) હોવાની ફરિયાદ કરી. પોલીસે પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે ઇન્દોર (Indore)માંથી પકડી લીધો.

24 જુલાઇના, તળોજામાં રહેતા એક 28 વર્ષીય વ્યક્તિએ પોતાની પત્નીને ફોન કર્યો અને કહ્યું કે તે કોરોના પૉઝિટીવ આવ્યો છે. તેણે કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલીમાં છે અને મરવા જઇ રહ્યો છે. પત્ની તેને રડી રડીને અટકાવવા લાગી પણ તેણે ફોન કાપી દીધો.

પછી રચી આપઘાતની વાર્તા
સહાયક પોલીસ વિનાયક વસ્તે જણાવ્યું કે તે વ્યક્તિએ પોતાનો ફોન સ્વિચ ઑફ કરી દીધો. બીજા દિવસે તેના સાળાએ પોતાના જીજાની બાઇક વાશીની એક ગલીમાં લાવારિસ ઊભેલી જોઇ. બાઇક પર તેનું હેલ્મેટ, ઑફિસ બૅગ અને પાકિટ હતું. પરિવારે વાશી પોલીસ સ્ટેશનમાં તેના ખોવાઈ જવાનો રિપોર્ટ લખાવ્યો.

નાળાં અને કોવિડ સેન્ટર્સમાં શોધતી રહી પોલીસ
વરિષ્ઠ પોલીસ અધિકારી ઇન્સ્પેક્ટર સંજીવ ધૂમલે કહ્યું કે પોલીસની ટીમ વ્યક્તિની શોધમાં લાગેલી હતી. વાશીની આસપાસના નાળાંમાં શોધ કરવામાં આવી. બધાં કોવિડ સેન્ટર પર તેની શોધ થઈ. તે વ્યક્તિનો ફોન સર્વિલાંસ પર મૂકવામાં આવ્યો. ઘણી શોધખોળ પછી પોલીસે તેને શોધી લીધો.

આ રીતે પોલીસ પહોંચી પતિ સુધી
પોલીસે જણાવ્યું કે વ્યક્તિએ તે મોબાઇલ પર પોતાનો જૂનો સિમ બંધ કરાવીને નવું સિમ શરૂ કરી દીધો. પોલીસે સર્વિલાંસની મદદથી તાગ મેળવ્યો કે મોબાઇલ ઇન્દોરમાં ચાલું હતો. પોલીસની એક ટીમ ઇન્દોર પહોંચી અને ત્યાં તે વ્યક્તિને પકડી પાડ્યો. પોલીસે જણાવ્યું કે તે ઇન્દોરમાં પોતાની ઓળખ અને નામ બદલીને ભાડાના ઘરમાં ગર્લફ્રેન્ડ સાથે રહેતો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK