શહેરમાં નિયમ અનુસાર ગણેશોત્સવ ઊજવાશે : મેયર

Published: 22nd July, 2020 07:00 IST | Mumbai correspondent | Mumbai

મુંબઈ મહાનગરપાલિકાનાં મેયર કિશોરી પેડણેકરે ગઈ કાલે મુંબઈનાં તમામ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ઑનલાઇન મીટિંગ કરી ખાતરી મેળવી હતી કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા નિમયો અનુસાર જ મુંબઈમાં ગણેશોત્સવ ઊજવવામાં આવશે.

ગણેશોત્સવ
ગણેશોત્સવ

મુંબઈ મહાનગરપાલિકાનાં મેયર કિશોરી પેડણેકરે ગઈ કાલે મુંબઈનાં તમામ ગણેશ મંડળોના પ્રતિનિધિઓ સાથે ઑનલાઇન મીટિંગ કરી ખાતરી મેળવી હતી કે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા નિમયો અનુસાર જ મુંબઈમાં ગણેશોત્સવ ઊજવવામાં આવશે.

બાવીસ ઑગસ્ટથી ગણેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાના કારણે સાદગીથી ગણેશોત્સવ ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. મેયર કિશોરી પેડણેકરે આ બાબતની ખાતરી મેળવવા બીએમસી જૂથનેતાઓ, ગણેશોત્સવ મંડળના પદાધિકારીઓ, પોલીસ, ટ્રાફિક-પોલીસ વગેરે તમામ સાથે ગઈ કાલે ઑનલાઇન મીટિંગ કરી હતી.

આ પણ વાંચો : કોરોનાની સરકારી ટેસ્ટ પૉઝિટિવ તો પ્રાઇવેટ લૅબની ટેસ્ટ નેગેટિવ આવી

કિશોરી પેડણેકરે મીટિંગમાં જણાવ્યું હતું કે વિવિધ પદાધિકારીઓ દ્વારા જે સૂચનો આપવામાં આવ્યાં હતાં એને ધ્યાનમાં રાખતાં આ વર્ષે ગણેશોત્સવના નિયમો બનાવવામાં આવ્યા છે. સીએસઆર ફન્ડમાંથી વિવિધ ગણેશ મંડળોને જે જાહેરાતો મળશે એ પ્રકાશિત કરવાની પરવાનગી બીએમસી ગાઇડલાઇન બનાવશે. સામાજિક બંધનોને પાળીને સાદગીથી ગણેશોત્સવ ઊજવવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK