Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Fire: મુંબઈમાં સિલિન્ડર ગોડાઉનમાં લાગી ભયંકર આગ, 4 લોકો ઘાયલ

Mumbai Fire: મુંબઈમાં સિલિન્ડર ગોડાઉનમાં લાગી ભયંકર આગ, 4 લોકો ઘાયલ

10 February, 2021 03:25 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Fire: મુંબઈમાં સિલિન્ડર ગોડાઉનમાં લાગી ભયંકર આગ, 4 લોકો ઘાયલ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજકાલ જ્યાં જુઓ ત્યાં આગ લાગવાના ઘણા સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આજે મુંબઈમાં અંધેરી વેસ્ટના યારી રોડ પર આવેલા એક સિલિન્ડર ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. જ્યાં અત્યાર સુધીમાં ઘણા સિલિન્ડર બ્લાસ્ટ થઈ ચૂક્યા છે. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં ફેલાયેલી આ આગને કારણે ફાયર વિભાગની 16 ગાડીઓ ઘટનાસ્થળ પર આગ પર કાબૂ મેળવવા એકત્રિત થઈ ગઈ છે. ફાયર વિભાગના જણાવ્યા મુજબ, આ એક લેવલ ટુ ફાયર છે જે એકદમ મોટી માનવામાં આવે છે. મહત્વની વાત એ છે કે આ આગમાં અત્યાર સુધી કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. આ આગ સવારે લગભઘ 10 વાગ્યાના આસપાસ લાગી છે. આ ભીષણ આગના કારણે આસપાસના ઘરમાં રહેતા લોકોને દૂર જવા કહેવામાં આવ્યું હતું.

આ ગોડાઉન જ્યાં આવેલું છે ત્યાં બાજુમાં એક સ્કૂલ અને હોસ્પિટલ પણ છે. હાલમાં ફાયર વિભાગ આ આગને યુદ્ધ સ્તર પરથી કાબૂમાં લેવાની કામગીરીમાં લાગી ગયું છે. આ આગમાં ચાર લોકો ઘાયલ થયા છે જેની સારવાર કૂપર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે


Whatsapp-channel Whatsapp-channel

10 February, 2021 03:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK