મુંબઈ: પવઈ હીરાનંદાની કૉમ્પ્લેસ્ક્સની ઇમારતમાં લાગી આગ

Published: Jul 02, 2020, 11:10 IST | Mumbai correspondent | Mumbai

પવઈ હીરાનંદાની કૉમ્પ્લેક્સમાં આવેલી ૬ માળની કમર્શિયલ બિલ્ડિંગ ડેલ્ફીમાં બુધવારે સવારે ૬.૧૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી.

હીરાનંદાની કૉમ્પ્લેસ્ક્સની ઇમારતમાં લાગી આગ
હીરાનંદાની કૉમ્પ્લેસ્ક્સની ઇમારતમાં લાગી આગ

પવઈ હીરાનંદાની કૉમ્પ્લેક્સમાં આવેલી ૬ માળની કમર્શિયલ બિલ્ડિંગ ડેલ્ફીમાં બુધવારે સવારે ૬.૧૫ વાગ્યે આગ ફાટી નીકળી હતી. આશરે બે કલાકે આગ પર કાબૂ મેળવી શકાયો હતો જે દરમ્યાન લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.

ડેલ્ફી બિલ્ડિંગના પાંચમા માળે આગ લાગી હતી. ૩૦૦૦ સ્ક્વેર-ફુટના વિસ્તારમાં આવેલી ઑફિસમાં આગ ફેલાઈ હતી. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ૪ ફાયરએન્જિન, એક ફોમ ટેન્ડર અને ચાર જમ્બો ટેન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગનો વ્યાપ જોતાં ફાયરબ્રિગેડ દ્વારા લેવલ-2નો કોલ અપાયો હતો.

આ આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, ફોલ્સ સિલિંગ, એસી બધું બળીને ખાખ થઈ ગયું હતું અને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. આગના કારણે બહુ જ ધુમાડો થયો હતો જે પાંચમા અને છઠ્ઠા માળા પર ફેલાઈ ગયો હતો. ફાયરબ્રિગેડના જવાનોએ ભારે જહેમત લઈ ૮.૧૫ વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં કોઈ જાનહાનિ કે કોઈના જખમી થવાના અહેવાલ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK