આખરે બીએમસીએ વાકોલા બ્રિજનું રિપેરિંગ કરવાનો નિર્ણય લીધો

Published: 23rd December, 2019 14:07 IST | Anurag Kamble | Mumbai

અનેક ચર્ચાવિચારણા અને અનેક પ્રયાસો બાદ છેવટે મુંબઈ ટ્રાફિક પોલીસે ગઈ કાલે વાકોલામાં હંસ ભુગરા માર્ગ પરનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

વાકોલા બ્રિજનું રિપેરિંગ હાથ ધરાયું.  તસવીર : બિપિન કોકાટે
વાકોલા બ્રિજનું રિપેરિંગ હાથ ધરાયું. તસવીર : બિપિન કોકાટે

અનેક ચર્ચાવિચારણા અને અનેક પ્રયાસો બાદ છેવટે મુંબઈ ટ્રાફિક પોલીસે ગઈ કાલે વાકોલામાં હંસ ભુગરા માર્ગ પરનો બ્રિજ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કુર્લા-કાલિનામાંથી સીએસટી તરફ જતા ટ્રાફિકને બંધ કરવામાં આવશે, જ્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફ જતા માર્ગને અન્યત્ર વાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૨૦૧૯માં અસુરક્ષિત જાહેર કરાયેલા જર્જરિત બ્રિટિશકાળના પુલને બંધ કરવાનું કામ એમએમઆરડીએએ શરૂ કર્યું છે. નવેમ્બર ૨૦૧૯માં બીએમસીએ એક નોટિફિકેશન દ્વારા બ્રિજ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ યોગ્ય વિકલ્પના અભાવે અનેક પ્રયાસ છતાં બ્રિજ બંધ કરી શકાયો નહોતો. સીએસટી રોડને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડતા સાંતાક્રુઝ-ચેમ્બુર લિન્ક રોડ (સીએસએલઆર) શરૂ કરાયા બાદ હંસ ભુગરા રોડનું વધતું મહત્ત્વ એ બ્રિજ બંધ કરવા સામેનો વધુ એક અવરોધ હતો.

ટ્રાયલ દરમ્યાન વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે તરફથી આવતાં વાહનોની તુલનાએ સીએસએલઆરથી સીએસટી રોડ તરફ જતાં વાહનોનું પ્રમાણ ઘણું વધુ હોય છે જેથી એસસીએલઆર પરના વાહનવ્યવહારને અટકાવવાનું યોગ્ય ન જણાતાં વેસ્ટર્ન એક્સપ્રેસ તરફથી આવતા વાહનવ્યવહારને ખેરવાડી અને વાકોલા જંક્શન ખાતે સીએસટી રોડ પર વાળવામાં આવ્યો.

ડાયવર્ઝનને કારણે સીએસટી રોડ પર જતાં વાહનોને હંસ ભુગરા રોડ તરફ વાળવામાં આવશે. સીએસટી રોડ તરફ જતાં વાહનોને વાકોલા જંક્શન કે ખેરવાડી તરફ વાળવાનો નિર્ણય લેવાયો અને ડૉક્ટર આંબેડકર રોડથી વેસ્ટર્ન એક્સપ્રેસ જતાં ભારે વાહનોને હંસ ભુગરા રોડ પર જતાં અટકાવવામાં આવશે.

એક મહિનાની કોશિશ અને અભ્યાસ બાદ નક્કી કરાયેલા ડાયવર્ઝન માટે નોટિફિકેશન ઇશ્યુ કરવામાં આવ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK