Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ : હવે કોચિંગ ક્લાસિસની સરકારી સહાયની માગણી

મુંબઈ : હવે કોચિંગ ક્લાસિસની સરકારી સહાયની માગણી

21 July, 2020 07:30 AM IST | Mumbai
Pallavi Smart

મુંબઈ : હવે કોચિંગ ક્લાસિસની સરકારી સહાયની માગણી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્ર ક્લાસ ઓનર્સ અસોસિએશન (એમસીઓએ)એ ઉદ્યોગ પડી ભાંગ્યો હોવાથી સરકાર તેમના પ્રશ્નો પર પણ ધ્યાન આપે તેવી માગણી કરી છે. એમસીઓએ માગણી કરી છે કે માઇક્રો, સ્મૉલ અને મીડિયમ (એમએસએમઈ) સેક્ટરમાં કોચિંગ ક્લાસને સમાવિષ્ટ કરવામાં આવે અને તેમને જરૂરી લાભ પૂરા પાડવામાં આવે. વધુમાં ક્લાસિસે આ વર્ષે તેમને થયેલી ખોટને ધ્યાનમાં લઈને જીએસટીની ચુકવણીમાં પણ રાહતની માગણી કરી છે.

રાજ્યભરમાં ૯૮,૦૦૦ કોચિંગ ક્લાસિસ સમાવતો આ ઉદ્યોગ ૧૫ લાખ કરતાં વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. એમસીઓએના જણાવ્યા પ્રમાણે ઑફિસ બેરર્સ મહામારીના કારણે અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને ઘણાએ તેમના વ્યવસાયને તાળાં લગાવવાની ફરજ પડી છે. કોચિંગ ક્લાસિસના માલિકોના જણાવ્યા પ્રમાણે સરકાર તેમના સંઘર્ષનો સ્વીકાર કરે અને તેમની સમસ્યાઓ પર ધ્યાન આપે તે સમય પાકી ગયો છે, કારણ કે તેઓ ૧.૫ કરોડ વિદ્યાર્થીઓને સેવા પૂરી પાડી રહ્યા છે.



આ પણ વાંચો : વડોદરાના કરોડોના એફડી કૌભાંડમાં મુંબઈના બે આરોપી સહિત ચાર પકડાયા


એમસીઓએના પ્રમુખ સચીન કર્ણાવતે જણાવ્યું હતું કે ઉદ્યોગમાં ૭૦ ટકા કરતાં વધુ સરેરાશ નુકસાન થયું છે. ઘણા વિદ્યાર્થીઓનાં માતા-પિતા નાણાકીય કટોકટી અનુભવી રહ્યાં હોવાથી તેઓ ફી ચૂકવવા માટે પણ સક્ષમ નથી.


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2020 07:30 AM IST | Mumbai | Pallavi Smart

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK