ગુડ ન્યુઝ, કોરોનાના આઠ દર્દી સાજા થયા : બીએમસી

Published: Mar 26, 2020, 11:23 IST | Mumbai Correspondent | Mumbai

કોરોનાને કારણે હાલ ઘરમાં જ પુરાયેલા મુંબઈગરાઓ માટે ગુડ ન્યુઝ છે. મુંબઈ મહાનગરપાલિકાએ કહ્યું છે કે કોરોનાના કુલ ૧૨ પૉઝિટિવ કેસમાંથી આઠ કેસ-દર્દી હવે સાજા થયા છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કોરોનાને કારણે હાલ ઘરમાં જ પુરાયેલા મુંબઈગરાઓ માટે ગુડ ન્યુઝ છે. મુંબઈ મહાનગરપાલિકાએ કહ્યું છે કે કોરોનાના કુલ ૧૨ પૉઝિટિવ કેસમાંથી આઠ કેસ-દર્દી હવે સાજા થયા છે. કોરોનામુક્ત થયા છે. મુંબઈ મહાનગરપાલિકાના ડેપ્યુટી એક્ઝિક્યુટીવ મેડિકલ ઑફિસર ડૉક્ટર દક્ષા શાહે આ સંબંધી માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમારે મુંબઈને ગુડ ન્યુઝ આપવાના છે. કોરોનાના ૮ દર્દીઓને સારવાર આપ્યા બાદ કરાયેલા એક પછી એક એમ બે ટેસ્ટ હવે નેગેટિવ આવ્યા છે, એથી એ લોકો હવે સ્વસ્થ જણાતા તેમને રજા આપવામાં આવી રહી છે. કુલ ૧૨ દર્દીઓના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે જેમાંથી હાલ ૮ દર્દીઓને રજા આપવામાં આવી રહી છે. અમે લોકોને કહેવા માગીએ છીએ કે કોરોનાથી ડરો નહીં, અમે દર્દીઓની સારવાર કરી રહ્યા છીએ અને તે સાજા થઈને ઘરે પાછા જઈ રહ્યા છે.

બીજું, હવે દર્દીના ઘરે જઈને લૅબ ટેસ્ટિંગની ફેસિલિટી આપવાનું શક્ય બન્યું છે અને આ સુવિધા ચાલુ પણ કરી દેવાઈ છે. આ અભિયાનમાં પાંચ લૅબોરેટરીઓ જોડાઈ છે. વળી આ બધી જ લૅબોરેટરી સરકારમાન્ય છે. અમે મુંબઈના ડૉક્ટરોને અપીલ કરીએ છીએ કે તેઓ તેમના ન્યુમોનિયાથી કે પછી શ્વસનતંત્રના અન્ય બીમારીથી પીડાતા દર્દીઓને આ સેવાનો લાભ આપી ટેસ્ટ કરાવી શકે છે.

એ ઉપરાંત અમારા મુંબઈ મહાનગરપાલિકાના ડૉક્ટરોની ટીમ પણ જે લોકો હોમ ક્વૉરન્ટીન થયા છે એમનો સંપર્ક કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં એવા ૧૨૦૦ લોકોનો સંપર્ક કરાયો હતો જેમાંથી સાત જણને ઘરે માણસ મોકલી સેમ્પલ કલેક્ટ કરાયા હતા અને એ સેમ્પલ હવે ચકાસણી માટે લૅબોરેટરીમાં મોકલાયા છે. આ પગલું ખાસ એ માટે લેવામાં આવ્યું છે કે જે લોકો ઓલરેડી કોરોનાથી બાધિત છે તેમણે ટેસ્ટ માટે બહાર જઈ અન્ય લોકોના સંપર્કમાં આવવાની જરૂર ન રહે. જો તેઓ બહાર જ નહીં નીકળે તો તેમનાથી કોરોના ફેલાવાનો ભય પણ ઓછો રહેશે.

આવતા ૨૪ કલાકમાં અમે એક વધુ પગલું લઈ રહ્યા છીએ. જો કોઈ એવી વ્યક્તિ હોય કે જેને લાગી રહ્યું હોય કે એ કોરોનાથી પીડિત છે તેને એવા સિમ્પ્ટ્મ્સ દેખાઈ રહ્યા હોય અથવા એ એવી કોઈ વિદેશી વ્યક્તિ કે વિદેશ જઈ આવેલી વ્યક્તિ સાથે સંપર્કમાં આવ્યો હોય અને સંક્રમિત થયો હોવાની શંકા હોય તો એ પણ કોલ કરી ઘરે માણસને બોલાવી સેમ્પલ ટેસ્ટ માટે આપી શકશે. જોકે આ ટેસ્ટ માટે તેમણે ૪૫૦૦ રૂપિયાનો ચાર્જ આપવો પડશે.

પુણેમાં કોરોનાનું દર્દી દંપતી સાજું થઈ જતાં ટૂંક સમયમાં ડિસ્ચાર્જ અપાશે

મહારાષ્ટ્રમાં પ્રથમ મનાતા કોરોના વાઇરસના ઇન્ફેક્શનના પ્રથમ બે પૉઝિટિવ દર્દીઓ હવે સાજા થઈ જતાં તેમને ટૂંક સમયમાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવાની શક્યતા છે. આ દંપતીને ગઈ ૯ માર્ચે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જોકે એ દંપતીના ૧૪ દિવસના આઇસોલેશન પછી ગયા સોમવારે અને મંગળવારે એમ બે વખત લેવાયેલા સૅમ્પલ્સના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ દંપતી અને તેમની દીકરી દુબઈથી મુંબઈનો પ્રવાસ કરનારા ચાલીસ સભ્યોના જૂથમાં સામેલ હતાં. એ પરિવાર પહેલી માર્ચે મુંબઈ આવ્યા બાદ ટૅક્સીમાં પુણે પહોંચ્યો હતો. એ ટૅક્સીના ડ્રાઇવરનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પૉઝિટિવ મળ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK