મુંબઈ: નવઘર ફ્લાયઓવર પર નશામાં રહેલા ડ્રાઇવરે સાત કારને ટક્કર મારી
નીતિન ગલ્વે અને અંજલિ ગલ્વે
રવિવારની સાંજે બાંદરામાં મમ્મીને મળીને પાછા થાણે પોતાના ઘર તરફ જઈ રહેલા ૫૯ વર્ષના નીતિન ગલ્વેએ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (નવઘર ફ્લાયઓવર) પર અચાનક જ કાર પરથી કન્ટ્રૉલ ગુમાવતાં મોટો અકસ્માત થયો હતો. નીતિનની કારે એક પછી એક સાત કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં અન્ય કારોને સહેજ નુકસાન થયું હતું, પરંતુ નીતિનની કારનો ખુરદો બોલાઈ ગયો, પરંતુ એક મોટો અકસ્માત થતાં રહી ગયો હતો.
સાતમી કારને ટક્કર માર્યા બાદ નીતિનની કાર અટકતાં અન્ય કારચાલકો નીતિનની મદદે આવ્યા ત્યારે જણાયું હતું કે સીટ-બેલ્ટ બાંધેલો હોવાથી નીતિનને સાધારણ ઈજા પહોંચી હતી, જ્યારે તેની પત્ની અંજલિએ સીટ-બેલ્ટ બાંધ્યો ન હોવાથી તેનું માથું ડૅશર્બોડ સાથે ટકરાતાં તેને માથામાં ઈજા પહોંચી હતી. અંજલિને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને આંતરિક રક્તસ્રાવ થયો હોવાની શંકા વ્યક્ત કરી હતી. હાલમાં અંજલિને જુપિટર હૉસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : બોરીવલી સ્ટેશનની બહાર કૉંગ્રેસ અને મોદીભક્તો વચ્ચે થઈ ઝપાઝપી
પોલીસે નીતિન ગલ્વે સામે ફરિયાદ નોંધી છે. પોલીસ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે ડ્રાઇવિંગ કરતી વખતે તેણે શરાબ પીધો હતો.