Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં સગીરા સાથે રેપનો પ્રયાસ કરનાર દારૂડિયો પકડાયો

ઘાટકોપરમાં સગીરા સાથે રેપનો પ્રયાસ કરનાર દારૂડિયો પકડાયો

04 January, 2020 02:21 PM IST | Mumbai
Anurag Kamble | anurag.kamble@mid-day.com

ઘાટકોપરમાં સગીરા સાથે રેપનો પ્રયાસ કરનાર દારૂડિયો પકડાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૧૪ વર્ષની સગીરા પર બળાત્કાર કરવાના બદઇરાદાથી તેને એક બિલ્ડિંગમાં ખેંચી જનાર ૨૩ વર્ષના દારૂડિયા વિરુદ્ધ છોકરીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીને એ જ સ્થળેથી ઘસઘસાટ ઊંઘતો ઝડપી લીધો હતો.

ઘાટકોપર-ઈસ્ટમાં રહેતી ૧૪ વર્ષની સગીરા બુધવારે સાંજે તેની મમ્મી સાથે માર્કેટ ગઈ હતી. માર્કેટમાં ઘણી ભીડ હોવાથી સગીરાએ પોતે ઘરે જઈ રહી હોવાનું મમ્મીને જણાવ્યું હતું. ઘરે જતાં રસ્તામાં સલીમ શેખ ઉર્ફે બાબુએ તેને રોકીને પૂછ્યું હતું કે તું ક્યાં જઈ રહી છે. સગીરાએ ઘરે જતી હોવાનું જણાવતાં આરોપીએ કહ્યું કે તારા પપ્પાએ તને જુદા સ્થળે બોલાવી છે. આથી છોકરી બાબુ સાથે ગઈ હતી. બાબુ તેને નજીકના નિર્જન બિલ્ડિંગમાં લઈ ગયો હતો. છોકરીને કશુંક અજુગતું જણાતાં તેણે ભાગી છૂટવાનો પ્રયત્ન કર્યો ત્યારે બાબુ તેને પકડીને બિલ્ડિંગના સાતમા માળા સુધી ઢસડી ગયો હતો. પોતાની સાથે બિયરની બૉટલ લઈને આવેલા બાબુએ છોકરીને બળજબરીપૂર્વક બિયર પિવડાવવાનો પ્રયત્ન કર્યો, પણ છોકરીએ મચક ન આપતાં સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. તે મદદ માટે જોર-જોરથી બૂમો પાડવા માંડી હતી એટલે ગભરાયેલા બાબુએ આખરે પકડ ઢીલી કરતાં છોકરી ત્યાંથી ભાગી છૂટી હતી.



આ તરફ ઘરે આવેલી મમ્મીને દીકરી હજી સુધી ઘરે ન પહોંચી હોવાનું માલૂમ પડતાં તે પંતનગર પોલીસ-સ્ટેશને ગુમ થયાની ફરિયાદ નોંધાવવા પહોંચી ગઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ત્યાર બાદ છોકરીએ ઘરે જઈને તેના પપ્પાને હકીકત જણાવી દીધી હતી. તેઓ વળી પાછાં અમારી પાસે આવ્યાં હતાં અને અમે છોકરીને ઘટના બની એ બિલ્ડિંગ બતાવવા જણાવ્યું હતું. જોકે આરોપી ત્યાં જ ભરઊંઘમાં સૂતો હતો.’


આઇપીસીની કલમ ૩૬૩ (અપહરણ), ૩૫૪એ (જાતીય સતામણી), ૫૦૬ (અપરાધિક ધાક-ધમકી) તથા પ્રિવેન્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઍફેન્સિસ (પોક્સો)ની સુસંગત જોગવાઈઓ હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 January, 2020 02:21 PM IST | Mumbai | Anurag Kamble

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK