વરલીના ઓલ્ડ પાસપોર્ટ ઑફિસમાં સિલિન્ડર બ્લાસ્ટ

Published: 18th September, 2020 13:10 IST | Gujarati Mid-Day Online Correspondent | Worli

આ અકસ્માત શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યાની આસપાસ થયો, વરલીના એની બેસેન્ટ રોડ પર મનીષ કમર્શિયલ સેન્ટરની ઇમારતમાં એક ગૅસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો.

વરલીની ઓલ્ડ પાસપૉર્ટ ઑફિસમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ
વરલીની ઓલ્ડ પાસપૉર્ટ ઑફિસમાં થયો સિલિન્ડર બ્લાસ્ટ

વરલીમાં ઓલ્ડ પાસપોર્ટ ઑફિસની ઑફિસમાં એસી સિલિન્ડરમાં વિસ્ફોટ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની માહિતી મળ્યા પછી, પોલીસ અને અગ્નિશામક દળના કર્મચારીઓએ ઇમારત પર કબજો મેળવ્યો અને તેને ખાલી કરાવી દેવામાં આવી.

આ અકસ્માત શુક્રવારે સવારે લગભગ 9 વાગ્યે થયો, વરલીના એની બેસેંટ રોડ પર મનીષ કમર્શિયલ સેન્ટરની ઇમારતમાં એક એસી ગૅસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો. સુચિતા કૌર (30) દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયાં. સુચિતીને હાથ અને માથામાં ઇજા થઈ છે અને તેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં અગ્નિશામક દળ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે આખા વિસ્તારને ખાલી કરાવ્યો. સિલિન્ડરમાં વિસ્ફોટ થયો જેને કારણે મોટી માત્રામાં બારીનો કાંચ રસ્તા પર પડ્યો.

અગ્નિશામક દળે ઇમારતનો વીજપૂરવઠો કાપી દીધો છે અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. મળતી માહિતી પ્રમાણે એસીમાં નાઇટ્રોજન ગૅસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે. પોલીસના કહ્યાં પ્રમાણે હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK