જ્વેલર્સનાં 12 બૅન્ક-અકાઉન્ટ્સ હૅક કરીને 2.98 કરોડ રૂપિયા સેરવી લેનારા ગુનેગારોની શોધ

Published: Dec 06, 2019, 11:21 IST | Chaitraly Deshmukh | Mumbai

૧૧થી ૧૩ નવેમ્બરના ગાળામાં મહારાષ્ટ્રના હીરા-ઝવેરાતના પ્રતિષ્ઠિત વેપારી પી. એન. ગાડગિલ ઍન્ડ સન્સના પુણેના શો રૂમ્સનાં ૧૨ બૅન્ક-અકાઉન્ટ્સ હૅક કરીને ૨.૯૮ કરોડ રૂપિયા જેટલી રકમ સેરવી લેનારા ગુનેગારોને પોલીસ શોધે છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

૧૧થી ૧૩ નવેમ્બરના ગાળામાં મહારાષ્ટ્રના હીરા-ઝવેરાતના પ્રતિષ્ઠિત વેપારી પી. એન. ગાડગિલ ઍન્ડ સન્સના પુણેના શો રૂમ્સનાં ૧૨ બૅન્ક-અકાઉન્ટ્સ હૅક કરીને ૨.૯૮ કરોડ રૂપિયા જેટલી રકમ સેરવી લેનારા ગુનેગારોને પોલીસ શોધે છે. ગાડગિલ ઍન્ડ સન્સ કંપનીના ચીફ ફાઇનૅન્શિયલ ઑફિસર આદિત્ય મોડકે ત્રણ દિવસમાં એ રકમ વીસ બૅન્ક-અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું બુધવારે સિંહગડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું. ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે હૅકર્સે અકાઉન્ટ્સના પાસવર્ડ્સ પણ બદલ્યા હતા.

બૅન્ક ઑફ મહારાષ્ટ્રની જુદી-જુદી શાખાઓમાં કંપનીનાં ૧૨ અકાઉન્ટ્સ છે. એ અકાઉન્ટ્સનો વહીવટ બૅન્કના ઑનલાઇન એપ્લિકેશન MahaSecure app વડે કરવામાં આવે છે. રોજનું કલેક્શન રોજ આ અકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. તાજેતરમાં કંપનીના અધિકારીઓ અકાઉન્ટ્સનો સંપર્ક ગુમાવી બેઠા ત્યારે બૅન્કમાં પહોંચ્યા હતા. એ વખતે જાણવા મળ્યું હતું કે હૅકર્સે અકાઉન્ટ્સ હૅક કરીને ૨.૯૮ કરોડ રૂપિયાની ચોરી કરી છે અને અકાઉન્ટ્સના ઑનલાઇન કામકાજ માટેના પાસવર્ડ્સ પણ બદલી નાખ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK