પ્રેમીનો સાથ કાયમ રાખવા મહિલાએ વડાલામાં કર્યો બાળકના અપહરણનો પ્રયાસ

Published: Feb 15, 2020, 07:49 IST | Anurag Kamble | Mumbai

સાયન-કોલીવાડામાં આવેલી મ્હાડા કૉલોનીના રહેવાસીઓએ દોઢ વર્ષના એક બાળકનું અપહરણ કરી જનારા એક કપલને પકડીને વડાલા ટીટી પાલીસને સોંપ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સાયન-કોલીવાડામાં આવેલી મ્હાડા કૉલોનીના રહેવાસીઓએ દોઢ વર્ષના એક બાળકનું અપહરણ કરી જનારા એક કપલને પકડીને વડાલા ટીટી પાલીસને સોંપ્યું હતું. બાળકનું અપહરણ થયાના સમાચાર વાયુવેગે પ્રસરતાં લોકો ઘરોમાંથી બહાર નીકળી આવતાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે પતિ સાથે આવેલી મહિલાએ બાળકને ઉપાડી લીધા બાદ લોકોને કહ્યું હતું કે એ અમારો દીકરો છે.

ગુરુવારે રાતે ૧૦ વાગ્યે મ્હાડા કૉલોનીમાં બે જણ દોઢેક વર્ષના એક બાળક સાથે જતા જોવા મળ્યા હતા. બાળકને જોઈને સ્થાનિક રહેવાસીઓ તેને ઓળખી ગયા હતા અને તે જેમની સાથે હતું તેઓ આસપાસમાં પહેલી વખત જોવા મળ્યાં હતાં એથી લોકોએ શંકાના આધારે બાળકને લઈ જતા કપલને પકડીને તેમની મારઝૂડ કરી હતી. કોઈકે પોલીસને જાણ કરતાં ઘટનાસ્થળેથી પોલીસે કપલને તાબામાં લીધું હતું.

પૂછપરછમાં જણાયું હતું કે બાળકનું અપહરણ કરનાર ૩૫ વર્ષનો મનોજકુમાર મિશ્રા અને ૩૮ વર્ષની શાહીન અકબર શેખ છે જે બે મહિના પહેલાં મ્હાડા કૉલોનીમાં જે બાળકને તેઓ ઉપાડી ગયાં હતાં તેના પાડોશના મકાનમાં તેની બહેન અને બે પુત્ર સાથે રહેતી હતી. લોકોએ આ બન્નેના સાથી રોશન તિવારીને પણ પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK