Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ચોરીનો માલ સસ્તામાં વેચવાના આરોપસર બેની ધરપકડ

ચોરીનો માલ સસ્તામાં વેચવાના આરોપસર બેની ધરપકડ

21 October, 2020 11:14 AM IST | Navi Mumbai
Mumbai Correspondent

ચોરીનો માલ સસ્તામાં વેચવાના આરોપસર બેની ધરપકડ

51 મોબાઇલ સહિતની ‌માલમતા જપ્ત કરી

51 મોબાઇલ સહિતની ‌માલમતા જપ્ત કરી


નવી મુંબઈના તુર્ભે સ્ટેશન પાસે બે લોકો મોબાઇલ, એની ઍક્સેસરીઝ અને જૉકીનાં અન્ડર ગાર્મેન્ટ્સ સસ્તામાં વેચી રહ્યાં હોવાની માહિતી મળ્યા બાદ નવી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની યુનિટ-૧ની ટીમે બે આરોપીને તાબામાં લઈને તેમની પાસેના ૫૧ મોબાઇલ, હેડફોન, ચાર્જર, મેમરી કાર્ડ, ડેટા કેબલ, બ્યુટૂથ સ્પીકર્સ અને બ્રાન્ડેડ અન્ડર ગાર્મેન્ટ્સ જપ્ત કર્યાં હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે આપેલી માહિતી મુજબ ૨૪ વર્ષના આરોપી રિઝવાન મકબૂલ ખાન અને ૨૨ વર્ષના આરોપી જાવેદ શાહજહાન ખાન કલ્યાણમાં શિલફાટા પાસે રહે છે. તેમની પૂછપરછ કરતાં તેમણે પોતાનો ગુનો કબૂલી લેતાં કહ્યું હતું કે મોબાઇલ અને મોબાઇલ ઍક્સેસરીઝ તેમણે તળોજા ગાંવની એક મોબાઇલસની દુકાનમાંથી ચોરી હતી અને અન્ડર ગાર્મેન્ટ્સ કોપરખૈરણે ડી માર્ટ પાસે આવેલા એક મૉલની દુકાનમાંથી ચોરી કર્યાં હતાં. રિઝવાન રીઢો ગુનેગાર છે. આ પહેલાં તેની સામે ચોરીના અને ઘરફોડીના ગુનાઓ અન્ય પોલીસ સ્ટેશનમાં પણ નોંધાયા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2020 11:14 AM IST | Navi Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK