મુમ્બ્રા: અભિનેત્રી નૂતનના બંગલામાં ચોરી કરનાર ત્રણ જણની ધરપકડ

Published: Feb 09, 2020, 08:27 IST | Mumbai

અભિનેત્રી નૂતનના મુમ્બ્રામાં આવેલા બંગલામાં લૂંટના ઇરાદે સિક્યૉરિટી ગાર્ડ પર હુમલો કરનારા ત્રણ જણ પકડાયા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વીતેલા જમાનાની સુપ્રસિદ્ધ અભિનેત્રી નૂતનના થાણે નજીકના મુમ્બ્રાના પહાડી વિસ્તારમાં આવેલા બંગલામાં લૂંટના ઇરાદે સિક્યૉરિટી ગાર્ડ પર હુમલો કરવાના આરોપસર થાણે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ જણની ગઈ કાલે ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે ૩ ફેબ્રુઆરીએ રાતે ૧ વાગ્યે સદ્‌ગત અભિનેત્રી નૂતનના મુમ્બ્રામાં આવેલા બંગલાની સુરક્ષા ભાનુદાસ દૂધભાત અને રૂપસિંહ વિશ્વકર્મા કરી રહ્યા હતા એ સમયે બંગલાની પાછળ કૂતરાના ભસવાનો અવાજ સંભળાતાં બન્ને એ તરફ ગયા ત્યારે તેમના પર અજાણ્યા લોકોએ લાકડી અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચના યુનિટ-૧ના સિનિયર ઇન્સ્પેક્ટર નીતિન ઠાકરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી ટીમના સબ-ઇન્સ્પેક્ટર સંદીપ બાગુલને બાતમી મળી હતી કે એક આરોપી સંજય સુભાષ ભંડારી બપોરે બે વાગ્યે કળવાના ભાસ્કરનગરમાં આવવાનો છે ત્યારે છટકું ગોઠવીને આ આરોપીની ધરપકડ કરાયા બાદ તેની પાસેથી મેળવેલી માહિતીના આધારે તેના સાથીઓ જિતુ વાઘમારે ઉર્ફે કાણ્યા અને ગણપત સ્વામી ગુલર (મદ્રાસી)ની પણ ધરપકડ કરી હતી.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK