Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુલુંડમાં શનિવારે રાત્રે પાંચ દુકાનોનાં તાળાં તૂટ્યાં

મુલુંડમાં શનિવારે રાત્રે પાંચ દુકાનોનાં તાળાં તૂટ્યાં

07 September, 2020 09:32 AM IST | Mumbai
Mumbai Correspondent

મુલુંડમાં શનિવારે રાત્રે પાંચ દુકાનોનાં તાળાં તૂટ્યાં

મુલુડમાં એક દુકાનનું તૂટેલું શટર

મુલુડમાં એક દુકાનનું તૂટેલું શટર


મુલુંડમાં દિવસેને દિવસે ચોરીની ઘટનાઓ વધતી જાય છે. છેલ્લા ૧ મહિનામાં મુલુંડમાં ૪૦ કરતાં પણ વધુ ચોરીઓની ઘટનાઓ સામે આવી છે. ત્યારે મુલુંડ કૉલોની વિસ્તારમાં ૪ મેડિકલ અને એક ગ્રોસરી દુકાનોમાં ચોરીની ઘટના સામે આવતાં મુલુંડમાં ભયનું વાતાવરણ પેદા થયું છે. મુલુંડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ નોંધી સીસીટીવી કેમૅરાના આધારે કામ ચાલુ કર્યું છે.

મુલુંડ વેસ્ટમાં કૉલોની વિસ્તારમાં આવેલ ઓમ મેડિકલ, શિવમ મેડિકલ, કિરણ મેડિકલ, લલિતા મેડિકલ, સુશીલ ગ્રોસરી દુકાનમાંથી શનિવારે રાતના ચોરી થઈ હતી. એક દુકાન માલિકે જણાવ્યું હતું કે જે પણ ચોર છે તેઓ મેડિકલ દુકાનોને જ ટારગેટ કરી રહ્યું છે. મારી દુકાનમાંથી ૧૪,૦૦૦ રૂપિયા રોકડની ચોરી સાથે અનેક દવાઓ પણ ચોરી થઈ છે.



મુલુંડ પોલીસ સ્ટેશનના સિનિયર પ્રભારી સાથે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે ચોરીની ઘટના બાદ અમે પેટ્રોલિંગ વધારી રહ્યા છે. અમે ચોરોની થિયરીઓ ચેક કરી સીસીટીવી કેમૅરાના ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2020 09:32 AM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK