માતાજીના વિસર્જનમાં બે મંડળ વચ્ચે થયેલા ઝઘડામાં ટીનેજરની હત્યા

Published: Oct 20, 2018, 04:38 IST

દશેરાની રાતે દેવીના વિસર્જન માટે દાદર ચોપાટી પર પહોંચેલા બે મંડળના કાર્યકર્તા વચ્ચે થયેલો જોરદાર ઝઘડો મારપીટમાં પરિણમતાં ગંભીર ઈજા પામેલા યુવાનનું મૃત્યુ થયું હતું.

શિવાજી પાર્ક પોલીસે હત્યાનો કેસ નોંધીને બે જણની ધરપકડ કરી છે. ગુરુવારે સાંજે મુંબઈભરમાં વિવિધ સાર્વજનિક મંડળો દ્વારા માતાજીની મૂર્તિનું વિસર્જન પાર પાડવામાં આવ્યું હતું ત્યારે દાદર ચોપાટી તરફ જતા માનખુર્દના જય ભવાની મહિલા ઉત્સવ મંડળ અને ધારાવીના જય અંબે મિત્ર મંડળ  વચ્ચે વિવાદ થયો હતો જેમાં માનખુર્દના મંડળના ૧૯ વર્ષના જગદીશ કદમને ધારાવી મંડળના બે ટીનેજરે મળીને ઢોરમાર માર્યો હતો. રાતે દોઢ વાગ્યે ઝઘડો થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બન્ને મંડળને છૂટાં પાડીને ગંભીર રીતે ઈજા પામેલા જગદીશ કદમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થયું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK