Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૉર્ન ફિલ્મ શૂટ કરવાના કેસમાં સુરતના ફોટોગ્રાફરની ધરપકડ

પૉર્ન ફિલ્મ શૂટ કરવાના કેસમાં સુરતના ફોટોગ્રાફરની ધરપકડ

11 February, 2021 08:47 AM IST | Mumbai
Mid-day Correspondent

પૉર્ન ફિલ્મ શૂટ કરવાના કેસમાં સુરતના ફોટોગ્રાફરની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પ્રૉપર્ટી સેલે મલાડના મઢમાં પૉર્ન ફિલ્મ બનાવતી કંપનીમાં દરોડો પાડીને બે મહિલા સહિત પાંચ જણની ધરપકડ કર્યા બાદ એક હિરોઇનને પણ તાબામાં લીધી હતી. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતમાં રહેતા ૪૦ વર્ષના ફિલ્મ-ડિરેક્ટર અને ફોટોગ્રાફરે ૭ પૉર્ન ફિલ્મ બનાવીને ૩ વેચી હોવાનું જણાતાં પોલીસે મંગળવારે રાત્રે તેની ધરપકડ કરી હતી. ગઈ કાલે કોર્ટમાં રજૂ કરીને પોલીસે તનવીર હાશમીને ૧૫ ફેબ્રુઆરી સુધીની કસ્ટડી મેળવી હતી. આ સાથે આ મામલામાં અત્યાર સુધીમાં ૯ આરોપીની ધરપકડ થઈ છે.

પ્રૉપર્ટી સેલના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘સુરતમાં રહેતો ૪૦ વર્ષનો આરોપી મુંબઈની સાથે સુરતમાં ન્યુડ અને સેમી-ન્યુડ ફિલ્મ શૂટ કરીને ઑનલાઇન પ્લૅટફૉર્મને પૂરી પાડતો હતો. તેણે અત્યાર સુધી આવી ૭ ફિલ્મ બનાવી છે. આમાંથી ૩ ફિલ્મ તેણે આ કેસમાં પકડાયેલા આરોપીઓને વેચી હોવાનું પૂછપરછમાં જણાતાં અમે તેની સુરતના ઘરેથી મંગળવારે રાત્રે ધરપકડ કરી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 08:47 AM IST | Mumbai | Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK