ઘાટકોપરમાં બાળકીના શારીરિક શોષણના આરોપસર એકની ધરપકડ

Published: Aug 27, 2019, 13:54 IST | મુંબઈ

૯ વર્ષની પીડિતાને ચૉકલેટ-આઇસક્રીમ આપવાને નામે એકાંત સ્થળે લઈ ગયો હતો : બાળકીએ બૂમાબૂમ કરતાં ભાગી ગયો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઘાટકોપરમાં નવેક વર્ષની એક બાળકીના શારીરિક શોષણનો પ્રયાસ કરવાના આરોપસર પોલીસે ૩૫ વર્ષના યુવકની ધરપકડ કરી હતી. ડાન્સ ક્લાસમાંથી પાછી ફરી રહેલી પીડિતાને આરોપી રાત્રે સાડાનવ વાગ્યે ચૉકલેટ અને આઇસક્રીમ અપાવવાને નામે એકાંત સ્થળે લઈ ગયો હતો. જોકે આરોપીએ બાળકીનો વિનયભંગ કરતાં તે જોર-જોરથી રડવા લાગતાં આરોપી પલાયન થઈ ગયો હતો. પોલીસે બાદમાં તેની ધરપકડ કરી હતી.

આરોપીની ગંદી હરકતથી ગભરાઈ ગયેલી બાળકી ઘરે પહોંચી ત્યારે તેની હાલત જોઈને તેની માતાએ પૂછતાં તેણે બનાવ વિશે કહ્યું હતું. આથી બાળકીની માતાએ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીને પકડવા માટે સિનિયર અધિકારીઓના માર્ગદર્શનમાં વિવિધ ટીમો તૈયાર કરી હતી. ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ અને બાતમીદારોની મદદે પોલીસે તપાસ આદરી હતી. એમાં જણાઈ આવ્યું હતું કે ઘાટકોપરમાં ભટ્ટવાડી ખાતે રહેતા ૩૫ વર્ષના સચિન અનંત શામા નામના યુવકની આ હરકત છે. આથી પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : મારા નામે ફેક ફેસબુક-અકાઉન્ટ ઑપરેટ થતું હતું : સંદીપ પાટીલ

પૂછપરછ અને તપાસમાં આ આરોપીએ આવી જ રીતે ઘાટકોપર પોલીસ સ્ટેશનની હદમાં બે, થાણેના પાર્કસાઇટ પોલીસ સ્ટેશનની હદમાં બે અને થાણે પોલીસ સ્ટેશન પરિસરમાં એક બાળકીનો વિનયભંગ કર્યો હોવાની ફરિયાદ નોંધાયેલી છે. આરોપી વિકૃત પ્રકૃતિનો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK