મુંબઈ : વિરારમાં રિક્ષા ડ્રાઈવરના ત્રાસથી મહિલા પરેશાન

Published: 28th November, 2020 10:52 IST | Diwakar Sharma | Mumbai

મહિલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ઑટો ડ્રાઇવર આરામથી એ વિસ્તારમાં ફરી રહ્યો છે, જ્યારે મને અને મારી ૬૭ વર્ષની માતા સતનામ કૌરને અર્નાળા પોલીસે દુર્વ્યવહાર કરી ગુનેગારોની જેમ રાત્રે ૧૦ વાગ્યા સુધી અમને બેસાડી રાખ્યાં હતાં.

વિરાર ખાતેના પોતાના ઘરમાં મનજિત કૌર ભોંસલે અને તેની માતા સતનામ કૌર
વિરાર ખાતેના પોતાના ઘરમાં મનજિત કૌર ભોંસલે અને તેની માતા સતનામ કૌર

વિરારમાં રહેતી ૪૮ વર્ષની મહિલા પર કથિત રીતે હુમલો કરનાર ઑટો ડ્રાઇવર હવે તેનો પીછો કરી તેને ડરાવી રહ્યો હોવાનું જણાવતાં પીડિતા મનજિત કૌર-ભોંસલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ ઘટના બની તે દિવસે અર્નાળા પોલીસે તેની સામે કેસ નોંધ્યો નહોતો પરંતુ મેં કરેલી સ્વબચાવની કોશિશ બદલ મારી સામે ગુનો નોંધ્યો હતો. જોકે પાછળથી ડીસીપી સંજય કુમાર દ્વારા ઑટો ડ્રાઇવર સામે છેડતીનો કેસ નોંધાયો હતો, જોકે તેની ધરપકડ કરાઈ નહોતી.

virar-auto

અકસ્માતની ઘટના બની હતી એ રસ્તો. તસવીરો : હનીફ પટેલ

મહિલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ઑટો ડ્રાઇવર આરામથી એ વિસ્તારમાં ફરી રહ્યો છે, જ્યારે મને અને મારી ૬૭ વર્ષની માતા સતનામ કૌરને અર્નાળા પોલીસે દુર્વ્યવહાર કરી ગુનેગારોની જેમ રાત્રે ૧૦ વાગ્યા સુધી અમને બેસાડી રાખ્યાં હતાં. વધુમાં પોલીસ તેમ જ અન્યો દ્વારા મારા પર કેસ પાછો ખેંચી લેવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK