મુંબઈ: બાંદરામાંથી બે જણની 102 કિલો ગાંજા સાથે ધરપકડ

Published: 27th November, 2020 11:51 IST | Mumbai Correspondent | Mumbai

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ આવતી ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ મંગળવાર બપોરે ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર ભીમનગર પાસે વોટ ગોઠવી બે જણને ઝડપી લીધા હતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ હેઠળ આવતી ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ મંગળવાર બપોરે ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર ભીમનગર પાસે વોટ ગોઠવી બે જણને ઝડપી લીધા હતા. તેમની પાસેથી 102 કિલો ગાંજો જપ્ત કરાયો હતો. એ ગાંજો તો મુંબઈની અલગ-અલગ કૉલેજોની આસપાસ કૉલેજિયનોને વેચવાના હતા.

ઍન્ટિ-નાર્કોટિક્સ સેલના કૉન્સ્ટેબલને ખબરીએ આપેલી માહિતીના આધારે ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પરના ભીમનગર પાસે વૉચ ગોઠવી 41 વર્ષના પરવેઝ હસીન ખાન અને 35 વર્ષના શફિક બાબા મિયાં શેખને ઝડપી લેવાયા હતા. તેમની પસેથી રૂપિયા 20.40 લાખનો 102 કિલો ગાંજો અને એ ગુનો કરતા વખતે વાપરેલી હ્યુન્ડાઇ એક્સેન કાર (અંદાજે કિંમત 5,00,000) મળી કુલ 25.40 લાખની મત્તા જપ્ત કરી હતી. બન્ને આરોપીઓ સામે એનડીપીએસ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીની કરાયેલી પ્રાથમિક પૂછપરછમાં તેમણે કહ્યું હતું કે એ ગાંજો તેલંગણાના હૈદરાબાદથી તેઓ લાવ્યા હતા. એ ગાંજો તેઓ મુંબઈની કૉલેજોની આસપાસ કૉલેજિયનોને વેચવાના હતા એવું તપાસમાં જણાઈ આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK