Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોગસ આરસી સ્માર્ટ કાર્ડનું કૌભાંડ : ગુજરાતી પકડાયો

બોગસ આરસી સ્માર્ટ કાર્ડનું કૌભાંડ : ગુજરાતી પકડાયો

29 September, 2020 12:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોગસ આરસી સ્માર્ટ કાર્ડનું કૌભાંડ : ગુજરાતી પકડાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈની અલગ અલગ આરટીઓ ઑફિસમાંથી અપાતા વેહિકલ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ(આરસી સ્માર્ટ કાર્ડ)ના બનાવટી કાર્ડ બનાવીને વેચતા એક ગુજરાતી સહિત બે આરોપીને ક્રાઇમ બ્રાન્ચ-૧૨ દહિસરની ટીમે ઝડપી લીધા છે. આરોપીઓ આ પહેલાં પણ બનાવટી દસ્તાવેજો બનાવવાના આરોપસર પકડાયા હોવાનું જાણવા મળ્યું હતું. તેમની પાસેથી પોલીસે ૧૮ બનાવટી આરસી સ્માર્ટ કાર્ડ, સ્ક્રીન પ્રિન્ટર અને મોબાઈલ જપ્ત કર્યાં છે.

ક્રાઈમ બ્રાંચના દહિસર યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર સચીન ગવસને ૨૪ સપ્ટેમ્બરે માહિતી મળી હતી કે બનાવટી આરસી કાર્ડ વેચતા બે જણ દહિસર સ્ટેશન પાસે આવવાના છે. પોલીસે અહીં છટકું ગોઠવીને તેમને ઝડપી લીધા હતા. ૫૦ વર્ષનો આરોપી જયેશ ગોપાલજી મહેતા કાંદિવલી ચારકોપના મારુતિ ચોક પાસે રહે છે, જ્યારે ૪૦ વર્ષનો અવિનાશ બોરકર ચારકોપના જ આદર્શનગરમાં રહે છે. આરોપીઓની પૂછપરછ કરાતાં તેમણે પોલીસને કહ્યું હતું કે તેઓ રદ થઈ ગયેલા આરસીના જૂના સ્માર્ટ કાર્ડ પર કેમિકલ લગાવી વિગતો ભૂંસી નાખતા હતા અને ત્યાર બાદ સ્ક્રીન પ્રિન્ટરથી નવી વિગતો ભરી તેના પર છાપકામ કરી વિવિધ આરટીઓના બનાવટી આરસી સ્માર્ટ કાર્ડ તૈયાર કરીને વેચતા હતા.



બન્નેની સામે આઇપીસીની કલમ ૪૨૦ સહિત અન્ય કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


પોલીસે આપેલી માહિતી મુજબ પકડાયેલા બન્ને આરોપી અને તેમના અન્ય સાગરીતો સામે આ પહેલાં તિલકનગર પોલીસ સ્ટેશન, ભાંડુપ પોલીસ સ્ટેશન ‍અને સમતાનગર પોલીસ સ્ટેશનમાં આ જ પ્રકારના સરકારી દસ્તાવેજોના બનાવટી દસ્તાવેજો વેચવાના ગુના દાખલ થયેલા છે.


Whatsapp-channel Whatsapp-channel

29 September, 2020 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK